Dailyhunt
અમદાવાદના સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં નવો વળાંક, હાઇકોર્ટથી સગીર આરોપીને જામીન

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં નવો વળાંક, હાઇકોર્ટથી સગીર આરોપીને જામીન

Mantavya News 1 week ago

Ahmedabad News: અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલા બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School) હત્યા કેસમાં મહત્વપૂર્ણ કાનૂની વિકાસ સામે આવ્યો છે. કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર આરોપીની જામીન અરજી, જે અગાઉ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ હેઠળની ચિલ્ડ્રન કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી હતી, હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

હાઇકોર્ટે (High Court) કેસની પરિસ્થિતિઓ, આરોપીના વય અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સગીરને શરતી જામીન આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદાનો હેતુ માત્ર સજા કરવાનો નથી, પરંતુ કિશોરોમાં સુધાર અને પુનર્વસન સુનિશ્ચિત કરવાનો પણ છે.

Seventh Day School કેસની પૃષ્ઠભૂમિ અને કોર્ટમાં રજૂ થયેલી વિગતો

હાઇકોર્ટ (High Court) સમક્ષ રજૂ થયેલા રિપોર્ટમાં ખુલ્યું હતું કે આરોપી કિશોર અગાઉ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી ગયો હતો. સાથે જ, ઘટના પહેલાં મૃતક વિદ્યાર્થી (Student) દ્વારા તેને હેરાન કરવામાં આવતો હોવાનો પણ ઉલ્લેખ થયો હતો. ઘટના બાદ શાળાએ આરોપીને બહાર કાઢી મૂક્યો હતો અને તેની સ્વભાવને લઇને પણ કેટલાક પ્રશ્નો ઉઠ્યા હતા.

આ કેસમાં કુલ 55 સાક્ષીઓનો સમાવેશ થાય છે, જેમાંથી અત્યાર સુધી 17 સાક્ષીઓની પૂછપરછ થઈ ચૂકી છે. ટ્રાયલ હાલમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ચાલી રહી છે. રાજ્ય સરકારે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન અરજીનો વિરોધ કર્યો હતો, જ્યારે મૃતક વિદ્યાર્થીના પરિવાર તરફથી પણ કડક વિરોધ નોંધાયો હતો.

 Seventh Day School

હાઇકોર્ટનો અભિગમ

કોર્ટે નોંધ્યું કે કેસની કાર્યવાહી પૂર્ણ થવામાં સમય લાગી શકે છે અને આરોપી હજુ શાળામાં ભણતો કિશોર છે. તેથી તેને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવું યોગ્ય નથી. આ સાથે, કોર્ટે સગીરના પિતા દ્વારા ₹10,000નો વ્યક્તિગત બોન્ડ ભરવાની શરતે જામીન મંજૂર કર્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

19 ઓગસ્ટના રોજ, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School)માં બે ધોરણ-10ના વિદ્યાર્થીઓ વચ્ચે નાની બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપી વિદ્યાર્થીએ બોક્સ કટર વડે બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બીજા દિવસે તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના પછી વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો. મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્કૂલ ખાતે ભેગા થયા હતા, જ્યાં તોડફોડ અને હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી. લગભગ ચાર કલાક સુધી સ્કૂલ (Seventh Day School) આસપાસનો વિસ્તાર અસ્તવ્યસ્ત રહ્યો હતો.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati