Amreli News: અમરેલી જિલ્લામાં વરસી રહેલા મુશળધાર વરસાદ (rain)ને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લા કલેક્ટરે એક મોટો આદેશ જાહેર કર્યો છે, જે અંતર્ગત જિલ્લાના પાંચ તાલુકાઓની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય તાત્કાલિક અસરથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરના આ સત્તાવાર આદેશ અનુસાર, પ્રભાવિત વિસ્તારોની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે.
આ આદેશ અંતર્ગત સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદને કારણે શાળાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી છે. બીજી તરફ, રાજુલા અને જાફરાબાદ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાતા ભારે પવન અને વરસાદની તીવ્ર આક્રમકતાને લીધે વહીવટી તંત્રએ વાલીઓને ખાસ અપીલ કરીને બાળકોને ઘરે જ સુરક્ષિત રાખવાની સૂચના આપી છે. આ ઉપરાંત, ધારી ગીર પંથકના ઉપરવાસમાં થયેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે સ્થાનિક વોકળાઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને પગલે ધારી વિસ્તારમાં પણ શૈક્ષણિક કામગીરી સ્થગિત કરી દેવાઈ છે.
પરિસ્થિતિને વણસતી અટકાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જાહેર જનતાને ભારે વરસાદનું જોર ઓછું ન થાય અને માર્ગો પરથી પાણી ન ઉતરે ત્યાં સુધી નદી-નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા કડક તાકીદ કરવામાં આવી છે. વાલીઓને પણ બાળકોને બિનજરૂરી બહાર ન મોકલવા જણાવાયું છે. હાલ સ્થિતિ પર નજર રાખવા માટે તમામ મામલતદારો અને આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) ની ટીમોને રાઉન્ડ ધ ક્લોક એલર્ટ પર રહેવા આદેશ આપી દેવાયા છે.
ગુજરાતમાં 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ, આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં સૌથી વધુ 10.79 ઈંચ નોંધાયો
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જન જીવનને અસર, નદી-ડેમમાં નવા નીરની આવક

