Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમરેલીમાં વીજ પુરવઠો પૂર્વવત, 80થી વધુ ગામોમાં ફરી વીજળી શરૂ

અમરેલીમાં વીજ પુરવઠો પૂર્વવત, 80થી વધુ ગામોમાં ફરી વીજળી શરૂ

Mantavya News 2 weeks ago

Amreli News : અમરેલી (Amreli) જિલ્લામાં ભારે વરસાદ (Heavy Rain)ના કારણે 88 ગામોમાં વીજ પુરવઠો (Power Supply)ખોરવાઈ જતા વીજ કંપની દ્વારા યુદ્ધસ્તરે પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રતિકૂળ હવામાન અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ 192 જેટલી ટીમોએ સતત મેદાનમાં રહીને વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે ભારે જહેમત ઉઠાવી છે.

વીજ કંપનીના કર્મચારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 370માંથી 368 ફીડરને ફરી કાર્યરત કર્યા છે.

ઉપરાંત, વરસાદથી નુકસાન પામેલા 380થી વધુ વીજ થાંભલાઓનું સમારકામ અથવા પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે, જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજ વ્યવસ્થા ફરી સામાન્ય બની રહી છે.

અમરેલી જિલ્લાના 80થી વધુ ગામોમાં વીજ પુરવઠો (Power Supply)સફળતાપૂર્વક પૂર્વવત કરવામાં આવ્યો

અમરેલી તેમજ ગીર સોમનાથ જિલ્લામાં અસરગ્રસ્ત કુલ 32 ટ્રાન્સફોર્મરમાંથી 30 ટ્રાન્સફોર્મર ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઝડપી કામગીરીના પરિણામે અમરેલી જિલ્લાના 80થી વધુ ગામોમાં વીજ પુરવઠોસફળતાપૂર્વક પૂર્વવત કરવામાં આવ્યો છે.

વીજ કંપનીની ટીમો બાકીના વિસ્તારોમાં પણ સતત કામગીરી કરી રહી છે અને જ્યાં હજુ વીજ પુરવઠો સંપૂર્ણપણે શરૂ થયો નથી ત્યાં વહેલી તકે સેવા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


પંચમહાલના છોગાળા ગામમાં વાવાઝોડાનો કહેર, 12 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો

સુરેન્દ્રનગરમાં 43°C ગરમી વચ્ચે વીજ પુરવઠો બંધ, 3 ગામના લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદનો તાંડવ, 690 ગામોમાં PGVCLનો વીજ પુરવઠો ખોરવાયો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati