Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમેરિકામાં આગની દુર્ઘટનામાં નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત, ઈકોનો લોજમાં ગુંગળાઈ જવાથી કરુણ અંત

અમેરિકામાં આગની દુર્ઘટનામાં નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત, ઈકોનો લોજમાં ગુંગળાઈ જવાથી કરુણ અંત

Mantavya News 1 week ago

Kheda News: ખેડા જિલ્લાના નડિયાદ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના વુસ્ટર શહેરમાં આવેલી એક ઈકોનો લોજમાં લાગેલી આગની દુર્ઘટનામાં ગુજરાતના એક જ પરિવાર (Gujarati Family America)ના ત્રણ સભ્યોના કરુણ મોત થયા છે. ઘટનામાં પતિ, પત્ની અને તેમની 20 વર્ષની દીકરીનું ગુંગળાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

Gujarati Family America: બે વર્ષ પહેલાં અમેરિકામાં સ્થાયી થયા હતા

માહિતી મુજબ, નડિયાદના રહેવાસી હિતેશ સુથાર પરિવાર (Gujarati Family America) સાથે છેલ્લા બે વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા. તેમની સાથે પત્ની હિનાબેન અને 20 વર્ષીય દીકરી ઈશાની પણ રહેતા હતા.

ઈકોનો લોજમાં લાગી આગ

ઘટના અમેરિકાના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો લોજમાં બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, લોજમાં અચાનક આગફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

બચવા માટે બાથરૂમમાં આશરો લીધો

આગની ઘટનામાં પરિવાર (Gujarati Family America)ના સભ્યોએ પોતાનો બચાવ કરવા માટે બાથરૂમમાં આશરો લીધો હતો. જોકે, ધુમાડો ઝડપથી ફેલાતા તેઓ બહાર નીકળી શક્યા નહોતા. ગુંગળાઈ જવાથી ત્રણેયના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

નડિયાદમાં શોકનો માહોલ

આ ઘટનાની જાણ થતાં નડિયાદ અને પરિવારના સગાસંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. વિદેશમાં વસતા ગુજરાતી સમાજમાં પણ આ દુર્ઘટનાએ દુઃખની લાગણી જગાવી છે.

આગનું કારણ જાણવા તપાસ

સ્થાનિક અમેરિકન અધિકારીઓ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આગ કેવી રીતે લાગી તે અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati