West Bengal Election Re-polling 2026: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન સર્જાયેલી અરાજકતા અને હિંસાને પગલે ચૂંટણી પંચે આકરા પગલાં લીધા છે. પંચે રાજ્યના 15 જેટલા મતદાન કેન્દ્રો પર ફેર મતદાન (Re-polling) યોજવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ માટેનું નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.

West Bengal ના કયા વિસ્તારોમાં યોજાશે ફેર મતદાન?
દક્ષિણ 24 પરગણા જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે:
ડાયમંડ હાર્બર: અહીંના 4 મતદાન કેન્દ્રો પર ફરી મતદાન થશે.
મગરાહાટ પશ્ચિમ: અહીંના 11 મતદાન કેન્દ્રો પર ફરી મતદાન યોજાશે.
સમય: આ 15 કેન્દ્રો પર 2 મે, શનિવારના રોજ સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે.

હિંસા અને EVM સાથે છેડછાડના આક્ષેપ
ફાલ્ટામાં વિવાદ: ફાલ્ટા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપે ગંભીર આક્ષેપ કર્યો છે કે ઈવીએમ પર તેમના ચૂંટણી ચિહ્ન પર ટેપ લગાવી દેવામાં આવી હતી. આ મામલે 30 થી વધુ બૂથો પર પણ ફેર મતદાનની શક્યતા સેવાઈ રહી છે.
કુલ ફરિયાદો: ભાજપ દ્વારા કુલ 77 બૂથો પર ફેર મતદાનની માંગ કરવામાં આવી છે, જેમાંથી 64 બૂથ માત્ર અભિષેક બેનર્જીના મતક્ષેત્ર ડાયમંડ હાર્બરના છે.
બારાનગર અને નોઆપાડા: બારાનગરમાં 5 વખત ઈવીએમ (EVM)બદલવા છતાં મતદાન ખોરવાયું હતું, જ્યારે નોઆપાડામાં ડમી ઈવીએમ દ્વારા મતદારોને છેતરવાનો પ્રયાસ થયો હોવાના અહેવાલ છે.
ચૂંટણી પંચ અત્યારે તમામ ઘટનાઓની ગંભીરતાથી સમીક્ષા કરી રહ્યું છે અને રિપોર્ટના આધારે અન્ય બૂથો (West Bengal) પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

