Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બેચરાજીમાં પત્નીના પ્રેમસંબંધનો વિરોધ કરવો પડ્યો ભારે, પતિને ધમકી આપ્યાનો આક્ષેપ

બેચરાજીમાં પત્નીના પ્રેમસંબંધનો વિરોધ કરવો પડ્યો ભારે, પતિને ધમકી આપ્યાનો આક્ષેપ

Mantavya News 3 days ago

Becharaji News: બેચરાજી તાલુકામાં લગ્નજીવનના વિવાદને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પત્નીના કથિત પ્રેમસંબંધ (Becharaji Wife Affair Case)નો વિરોધ કરનાર પતિને ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પતિએ પોતાની પત્ની સહિત ચાર લોકો સામે બેચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સમાધાનના નામે પૈસાની માંગ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

Becharaji Wife Affair Case: 10 વર્ષના લગ્નજીવન બાદ વિવાદ

મળતી માહિતી મુજબ, બેચરાજી તાલુકાના ચન્દ્રોડા ગામમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા જાવીદભાઈ મહંમદભાઈ નાગોરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જાવીદભાઈના લગ્ન આશરે 10 વર્ષ પહેલાં પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે રહેતી હીનાબહેન સાથે થયા હતા. દંપતીને 6 વર્ષનો પુત્ર પણ છે. ફરિયાદ મુજબ, લગભગ છ મહિના પહેલાં જાવીદભાઈને જાણ થઈ હતી કે તેમની પત્નીના ગામના જ ભીખાભાઈ નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ (Becharaji Wife Affair Case) હોવાની શંકા છે.

પરિવાર દ્વારા સમજાવ્યા છતાં સંબંધ ચાલુ હોવાનો આક્ષેપ

જાવીદભાઈના જણાવ્યા અનુસાર, આ બાબતે તેમણે અને પરિવારજનોએ પત્ની તથા ભીખાભાઈને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સંબંધો ચાલુ રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.ત્યારબાદ પત્ની પોતાના પુત્ર સાથે રીસાઈને પિયર ચાલી ગઈ હતી.

Becharaji Wife Affair Case: ફોટા બતાવતા બોલાચાલી થઈ હોવાનો આક્ષેપ

ફરિયાદ મુજબ, 30 મે 2026ના રોજ પત્ની હીનાબહેન, સાસુ જલુબહેન અને સસરા દાઉદભાઈ ચન્દ્રોડા ગામે આવ્યા હતા. તેઓએ પ્રેમસંબંધ(Becharaji Wife Affair Case)ની વાત ખોટી ગણાવી પુરાવા માંગ્યા હતા. આ સમયે જાવીદભાઈએ બંનેના ફોટોગ્રાફ્સ બતાવતાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું.આક્ષેપ છે કે ત્યારબાદ પત્ની અને સાસરી પક્ષના લોકોએ ગાળાગાળી શરૂ કરી હતી. આ દરમિયાન ભીખાભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને મહિલાનું સમર્થન કરતા બોલાચાલી કરી હતી.

જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, જાવીદભાઈએ ગાળો બોલવાની ના પાડતા ચારેય લોકો ઉશ્કેરાયા હતા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઘટનાસ્થળે આસપાસના લોકો ભેગા થતાં તમામ લોકો ત્યાંથી જતા રહ્યા હતા.

સમાધાન માટે 2 લાખ રૂપિયાની માંગનો આક્ષેપ

ફરિયાદીનું કહેવું છે કે શરૂઆતમાં સામાજિક બદનામીના ડરે તેમણે પોલીસ ફરિયાદ કરી નહોતી અને અરજી આપી સમાધાન કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો.આ દરમિયાન સાસરી પક્ષ દ્વારા સમાધાન પેટે 2 લાખ રૂપિયા રોકડાની માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, પૈસાની વ્યવસ્થા ન થતાં સમાધાન થઈ શક્યું ન હતું.

પત્ની સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો

સમાધાન ન થતાં અંતે જાવીદભાઈએ બેચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે પત્ની હીનાબહેન, સસરા દાઉદભાઈ રાઉમા, સાસુ જલુબહેન રાઉમા અને ભીખાભાઈ નાગોરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati