Global Blue Collar Rush 2026: હાલમાં સમગ્ર વિશ્વના શ્રમ બજારમાં (Labour Market) એક બહુ મોટો માળખાકીય બદલાવ જોવા મળી રહ્યો છે. દુનિયામાં અત્યારે 'વ્હાઇટ કોલર' (ઓફિસમાં કામ કરતા પ્રોફેશનલ્સ) કર્મચારીઓની સંખ્યા વધી રહી છે, પરંતુ તેની સામે 'બ્લુ કોલર' એટલે કે પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, સુથાર અને નર્સ જેવા કુશળ કારીગરોની ભારે અછત સર્જાઈ રહી છે.
મેક્રો ટ્રેન્ડ્સ રિસર્ચ ફર્મ પાઈનટ્રીના સ્થાપક રિતેશ જૈનની તાજેતરની એક ભવિષ્યવાણીએ ભારે ચર્ચા જગાવી છે કે, આગામી 5 વર્ષમાં ભારતમાં એન્જિનિયરો કરતાં પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયનની વધુ અછત સર્જાઈ શકે છે. પરંતુ શું ખરેખર આવું થશે? ચાલો આ બિઝનેસ (Labour) એક્સપ્લેનર દ્વારા આખી સ્થિતિને સરળ ભાષામાં સમજીએ.
વિકસિત દેશોમાં ભારતીય કામદારોની ભારે માંગ
આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા અમીર દેશો પોતાની વધતી ઉંમરની વસ્તી (Aging Population) અને ઘટતા જન્મદરને કારણે મજૂરોની ભયાનક કટોકટીનો સામનો કરી રહ્યા છે.
ગ્લોબલ હાયરિંગ: પોતાની અર્થવ્યવસ્થાને ચલાવવા માટે આ દેશો ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાંથી મોટા પાયે કામદારોની ભરતી કરી રહ્યા છે.
સરકારી કરારો: ભારત સરકારે પણ યુકે (UK) સહિત ઘણા દેશો સાથે કુશળ શ્રમિકો મોકલવા માટે વિશેષ કરારો કર્યા છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં વર્કફોર્સ (કાર્યબળ) ની કોઈ કમી નથી અને વિદેશોની આ માંગને માત્ર ભારતીય શ્રમિકો જ પૂરી કરી શકે તેમ છે.
વડાપ્રધાન મોદીનું વિઝન: ભારત બનશે ‘સ્કીલ કેપિટલ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ સ્પષ્ટ કર્યું છે કે ભારત પાસે વિશ્વનો સૌથી મોટો યુવા(Labour) વર્કફોર્સ છે, તેથી ભારતને દુનિયાની ‘સ્કીલ કેપિટલ’ (કૌશલ્ય રાજધાની) તરીકે ઉભરી આવવાની મોટી તક છે. સરકારનો ઉદ્દેશ્ય માત્ર દેશની જરૂરિયાતો પૂરી કરવાનો નથી, પરંતુ ભારતના યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેનિંગ આપી વૈશ્વિક રોજગાર માટે તૈયાર કરવાનો છે. મજબૂત શ્રમ કાયદા અને વિદેશોમાં મળતી ઉત્તમ વર્ક કલ્ચર તેમજ સારા પગારના કારણે ભારતીય કારીગરો વિદેશ તરફ આકર્ષાઈ રહ્યા છે.

શું ભારતમાં ખરેખર Labour ખૂટી જશે? અસલી પડકારો જાણો
ના, એવું બિલકુલ નથી. આપણા દેશમાં કામદારોની સંખ્યા ક્યારેય ઓછી નહીં થાય, પરંતુ અસલી સંકટ ‘સંખ્યા’ નું નથી પણ ‘કૌશલ્ય’ (Skill) નું છે:
ટ્રેનિંગનો મોટો ગેપ: આંકડા દર્શાવે છે કે ભારતમાં 85% થી વધુ લોકો અસંગઠિત ક્ષેત્ર (Unorganized Sector) માં કામ કરે છે અને તેમાંથી માત્ર 4.69% લોકો પાસે જ ઓફિશિયલ ટ્રેનિંગ કે ડિગ્રી-સર્ટિફિકેટ છે.
ક્ષમતા ઓછી: ભારતમાં દર વર્ષે આશરે 1.2 કરોડ નવા યુવાનો વર્કફોર્સમાં જોડાય છે, જ્યારે આપણી વર્તમાન સરકારી અને ખાનગી ટ્રેનિંગ ક્ષમતા વાર્ષિક માત્ર 34 લાખ લોકોની જ છે.
પરંપરાગત જ્ઞાન: ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા મોટાભાગના કારીગરો પ્રોફેશનલ કોર્સ કરવાને બદલે પોતાના પરિવારમાંથી જ કામ શીખે છે. આ ઉપરાંત, ખાડી દેશો (Gulf Countries) માં સુરક્ષાના અભાવ અને અસલામતીની ભાવનાને કારણે ઘણા કારીગરો વિદેશ જવાનું ટાળે છે અથવા બહુ જલ્દી પાછા ફરી જાય છે.
બજારના આ સંકટનો સીધો ઉકેલ શું છે?
ફોર્મલ સ્ટાફિંગ ઇન્ડસ્ટ્રી: આ સમસ્યાનો સૌથી મોટો ઉકેલ એ છે કે અસંગઠિત મજૂરોને ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં લાવવામાં આવે. સ્ટાફિંગ કંપનીઓ તેમને યોગ્ય ટ્રેનિંગ, સ્કીલ ડેવલપમેન્ટ અને સારું પ્લેસમેન્ટ આપીને સક્ષમ બનાવી શકે છે. નારેડકો (NAREDCO) મહારાષ્ટ્રના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મંજુ યાજ્ઞિકના જણાવ્યા અનુસાર, રિયલ એસ્ટેટ સહિતના દરેક ક્ષેત્રમાં કુશળ શ્રમિકોની અછત એક મોટો પડકાર છે, જેને માત્ર પ્રોફેશનલ ટ્રેનિંગ દ્વારા જ દૂર કરી શકાય છે.
ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તેજી: હાલમાં ભારતમાં હાઇવે, એરપોર્ટ અને રિયલ એસ્ટેટ સેક્ટર એટલી ઝડપથી વધી રહ્યું છે કે ભવિષ્યમાં શ્રમિકોને કમાવવા માટે વિદેશ જવાની જરૂર જ નહીં પડે. તેમને પોતાના દેશમાં જ સુરક્ષિત વાતાવરણમાં પુષ્કળ(Labour) કામ અને સારો પગાર મળી રહેશે.
નિષણતો ના મતે :
ભારત સામે મજૂરોની તંગીનો (Labour) કોઈ ખતરો નથી, પરંતુ ‘કુશળ કારીગરો’ (Skilled Labour) તૈયાર કરવાનો મોટો પડકાર છે. જો સ્ટાફિંગ કંપનીઓ અને સરકાર સાથે મળીને ટ્રેનિંગ આપવાની રફતાર વધારી દે, તો ભારત પોતાની સ્થાનિક માંગ પૂરી કરવાની સાથે ખૂબ જ મજબૂતીથી આખી દુનિયાની ‘સ્કીલ કેપિટલ’ બનીને ઉભરશે.
ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં મોટો ઘટાડો, RBI અનુસાર એક સપ્તાહમાં $7.51 બિલિયન ઘટ્યા
RBI લાવશે પ્લાસ્ટિક નોટો? મૈસુર પ્રેસમાં શું ચાલી રહ્યું છે?
વૈશ્વિક કટોકટી વચ્ચે ભારતને મોટી રાહત, RBI સરકારને આપશે ₹2.87 લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ

