Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બોક્સ ઓફિસ પર 'કાલીન ભૈયા'નો પ્રચંડ દબદબો: રિલીઝ પહેલાં જ 'મિર્ઝાપુર: ધ મૂવી' એ મચાવી ધમાલ

બોક્સ ઓફિસ પર 'કાલીન ભૈયા'નો પ્રચંડ દબદબો: રિલીઝ પહેલાં જ 'મિર્ઝાપુર: ધ મૂવી' એ મચાવી ધમાલ

Mantavya News 1 week ago

Entertainment News : ચર્ચિત અને લોકપ્રિય 'મિર્ઝાપુર' (Mirzapur)ફ્રેન્ચાઈઝી હવે મોટા પડદા પર ધમાકો કરવા જઈ રહી છે. પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi), અલી ફઝલ અને દિવ્યેન્દુ સ્ટારર આગામી ચલચિત્ર 'મિર્ઝાપુર: ધ મૂવી' ને લઈને દર્શકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેકર્સે 31 ઓગસ્ટથી એડવાન્સ ટિકિટ બુકિંગ (Mirzapur Advance Booking)શરૂ કર્યું હતું, અને શરૂઆતી આંકડા જ દર્શાવે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી શકે છે.

Mirzapur : બુકિંગ શરૂ થતાં જ 2 દિવસમાં 3 કરોડથી વધુનો કારોબાર

સેકનિલ્કના આંકડા મુજબ, એડવાન્સ બુકિંગ ખુલ્લાના ગણતરીનાકલાકોમાં જ પ્રક્ષકોએ ટિકિટો બુક કરાવવાની હોડ લગાવી હતી. 2 સપ્ટેમ્બરની સવાર સુધીમાં ફિલ્મની 68,000 થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે, જેનાથી 1.98 કરોડનું ડાયરેક્ટ કલેક્શન થયું છે. બ્લોક સીટ્સના આંકડા ઉમેરવામાં આવે તો રિલીઝ પહેલાંનો આ વેપાર 3.34 કરોડને સ્પર્શી ગયો (Box Office Collection) છે.

4 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં ગુંજશે મિર્ઝાપુરનો ભૌકાલ

આ ફિલ્મ 4 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. સિનેમાપ્રેમીઓનાપ્રતિસાદને જોતાં માનવામાં આવી રહ્યું છે કે રિલીઝ ડેટ સુધીમાં એડવાન્સ બુકિંગનો આંકડો easily 1 લાખ ટિકિટોને પાર કરી જશે. વર્ષ 2018માં ઓટીટી (OTT) પર શરૂ થયેલી આ રોમાંચક સફર બાદ હવે બિગ સ્ક્રીન પર કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિતનો અવતાર જોવા ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati