Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બોલીવુડ અભિનેત્રી તબુ પહોંચી દિલ્હી હાઈકોર્ટ; જાણો શું હતું કારણ!

બોલીવુડ અભિનેત્રી તબુ પહોંચી દિલ્હી હાઈકોર્ટ; જાણો શું હતું કારણ!

Mantavya News 1 week ago

Entertainment News :ડિજિટલ દુનિયામાં એઆઈ (AI) અને અન્ય માધ્યમો દ્વારા સેલિબ્રિટીઝની ઓળખના દુરુપયોગની ઘટનાઓ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં પોતાની ઓળખ, નામ અને ચહેરાના ગેરકાયદેસર ઉપયોગને અટકાવવા માટે પ્રખ્યાત અભિનેત્રી તબુ (Tabu)એ પોતાના પર્સનાલિટી રાઇટ્સ (Personality Rights) ના સંરક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)ના દરવાજા ખટખટાવ્યા છે.

જોકે, અરજીમાં સામેવાળા પક્ષની વિગતો સ્પષ્ટ ન હોવાના કારણે અદાલતે આ મામલાની વધુ સુનાવણી 6 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી છે.

નામ, અવાજ અને ચહેરાના દુરુપયોગ સામે અદાલતી રક્ષણની માગ

આજના આધુનિક સમયમાં ડિજિટલ સ્પેસમાં કલાકારોના અવાજ અને તસવીરોનો ખોટી રીતે ઉપયોગ થવાનું જોખમ વધી ગયું છે.પોતાની ગરિમા અને ઓળખ જાળવી રાખવા માટે તબુએ કોર્ટ સમક્ષ પોતાના નામ, તસવીર, વોઇસઅને પર્સનાલિટીના અન્ય પાસાંઓના ગેરકાયદેસર ઉપયોગ પર રોક લગાવવાની અપીલ કરી છે.જસ્ટિસ જ્યોતિ સિંહની બેંચે રજૂ કરવામાં આવેલી અરજીમાં બચાવપક્ષની વિગતો અધૂરી હોવાનું જણાવીને આગામી સુનાવણી 6 ઓગસ્ટના રોજ મુકરર કરી છે.

એઆઈ (AI) ના વધતા જોખમ વચ્ચે અનેક સેલેબ્સે લીધો કાનૂની સહારો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને સેલિબ્રિટીઝના ફેક વિડીયો અને મોર્ફ કરેલી તસવીરો બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચિંતાનો વિષય બની છે.તબુ પહેલાં પણ બોલીવુડના અનેક દિગ્ગજ કલાકારો પોતાના પર્સનાલિટી રાઇટ્સના રક્ષણ માટે હાઈકોર્ટમાં પહોંચી ચૂક્યા છે.આ પહેલાં અનિલ કપૂર, ઐશ્વર્યા રાય અને સલમાન ખાનજેવા મોટા કલાકારોએ પણ પોતાની ઓળખ સુરક્ષિત રાખવા માટે અદાલતમાંથી સ્પષ્ટ કાનૂની આદેશો મેળવેલા છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati