Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બ્રેક ફાસ્ટમાં બનાવો મસાલા ઓટ્સ.સ્વાદમાં લાજવાબ.વેઈટ લોસમાં કારગર..!

બ્રેક ફાસ્ટમાં બનાવો મસાલા ઓટ્સ.સ્વાદમાં લાજવાબ.વેઈટ લોસમાં કારગર..!

Mantavya News 4 days ago

Food Recipe: બ્રેકફાસ્ટ હૅલ્ધી (Healthy Breakfast) હોય તો વેઈટ લૉસમાં મદદ મળે છે. આ માટે તમે મસાલા ઓટ્સ (Masala Oats Recipe) ટ્રાય કરી શકો છો. એ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે ઉપરાંત એને બનાવવાનું પણ સરળ હોય છે.

આજના સમયમાં સ્થૂળતા (Obesity)એક કૉમન સમસ્યા છે. પ્રત્યેક ચોથી વ્યક્તિ આ સમસ્યાથી હેરાન-પરેશાન છે. આ સંજોગોમાં લોકો વજન ઘટાડવા (Weight Loss Journey) માટે પોતાના ડાયેટમાં પરિવર્તન કરે છે અને એની શરુઆત સવારથી કરવામાં આવે છે.

જો સવારનો બ્રેકફાસ્ટ હૅલ્ધી (Healthy Breakfast) હોય તો વેઈટ લૉસમાં મદદ મળે છે. આ માટે તમે મસાલા ઓટ્સ (Masala Oats Recipe) ટ્રાય કરી શકો છો. એ ખાવામાં તો સ્વાદિષ્ટ હોય જ છે ઉપરાંત એને બનાવવાનું પણ સરળ હોય છે. અહિં અમે તમને મસાલા ઓટ્સની સરળ રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ…

સવારના નાસ્તામાં કશુંક એવું ખાવું જોઇએ કે જે સ્વાદિષ્ટ હોય અને જેને બનાવવું સરળ પણ હોય! જેને ખાવાથી શરીરને ઉત્તમ પોષણ પ્રાપ્ત થાય એવી વસ્તુમાંથી વાનગી બનાવીને ખાવી જોઇએ. આ માટે મસાલા ઓટ્સ (Masala Oats Recipe) ઉત્તમ વિકલ્પ છે. ઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું ફીલ થાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે. ઓટ્સ એક સુપરફૂડ (Superfood) મનાય છે જે અત્યંત પૌષ્ટિક તથા લોકપ્રિય અનાજ (Wholegrain) છે જે ફિટનેસ માટે સભાન લોકો હોય એમના માટે આશીર્વાદરુપ સાબિત થાય છે.

શી રીતે બનાવશો મસાલા ઓટ્સ? (Masala Oats Recipe)

મસાલા ઓટ્સ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

1 કપ ઓટ્સ

મનપસંદ શાકભાજી- બારીક સમારેલા ગાજર, ફણસી, શિમલા મિર્ચ, લીલા વટાણા

1 બારીક સમારેલું ટમેટું

1 બારીક સમારેલી ડુંગળી

1-2 બારીક સમારેલા લીલા મરચાં

અડધી ચમચી આદુ-લસણની પેસ્ટ

મેગી મસાલા

1 ચપટી હળદર

સરસિયું અથવા ઘી

સજાવટ માટે સમારેલી તાજી કોથમીર

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક કડાઈમાં પ્લેન ઓટ્સને 2-3 મિનિટ હળવા શેકી લેવા અને એક પ્લેટમાં કાઢી લેવા. આમ કરવાથી ઓટ્સ (Oasts)ની ચીકાશ ખતમ થઈ જશે.

2. હવે આ જ કડાઈમાં 1 ચમચી તેલ કે ઘી ગરમ કરી એમાં જીરાનો વઘાર કરવો.

3. જીરું તતડે એટલે એમાં સમારેલા લીલા મરચાં, ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ ઉમેરી ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.

4. હવે આ જ કડાઈમાં હવે ટમેટાં તથા બાકીની શાકભાજી (Vegetables) જેવી કે ગાજર, મટર અને શિમલામિર્ચ ઉમેરો. થોડું મીઠું મિક્સ કરીને ઢાંકીને થવા દો. જેથી શાકભાજી હળવી નરમ થઈ જાય.

5. જ્યારે શાકભાજી થઈ જાય ત્યારે હળદર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી લો.

6. હવે એમાં 3 કપ પાણી ઉમેરો અને એક ઉભરો આવવા દો. ઉભરો આવે એટલે શેકેલા ઓટ્સ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

7. ઓટ્સ બધું જ પાણી શોષી લે અને મિશ્રણ થોડું ઘટ્ટ બની જાય ત્યાં સુધી તાપને ધીમો કરીને 4-5 મિનિટ સુધી થવા દો.

તો તૈયાર છે તમારા ગરમાગરમ મસાલા ઓટ્સ (Masala Oats)…ગૅસ બંધ કરીને ઉપરથી તાજી કોથમીર ઉમેરીને સર્વ કરો અને આ હૅલ્ધી બ્રેકફાસ્ટનો આનંદ ઉઠાવો.


ઈંડા નથી ખાતા? શરીરની પ્રોટીન-વિટામિનની ઉણપ દૂર કરશે આ 5 પૌષ્ટિક શાકાહારી સુપરફૂડ્સ

ન્યુટ્રિશનથી ભરપૂર સુપરફૂડ 'મખાના'; ડાયેટમાં સામેલ કરવા માટે આ 5 સ્વાદિષ્ટ અને હેલ્ધી રીતો નોંધી લો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati