Tech & Auto News: વિશ્વના મોટાભાગના દેશોમાં રસ્તો શોધવા માટે આપણે આંખ બંધ કરીને ગૂગલ મેપ્સ (Google Maps) નો સહારો લઈએ છીએ. પરંતુ જો તમે ચીનની યાત્રાએ જઈ રહ્યા હોવ તો આ એપ ત્યાં તમને ભારે મુશ્કેલીમાં મૂકી શકે છે. ચીન પહોંચતા જ ગૂગલ મેપ્સમાં નેવિગેશન (Navigation)અટકી જાય છે, લાઈવ ટ્રેફિક અપડેટ્સ મળતા નથી અને લોકેશન પણ ખોટું બતાવે છે.
આ ટેકનિકલ સમસ્યા પાછળ ચીનની વિશિષ્ટ ડિજિટલ નીતિઓ અને ઇન્ટરનેશનલ નેવિગેશન સિસ્ટમ વચ્ચેનો તફાવત જવાબદાર છે.
Google Maps : ચીનની 'ગ્રેટ ફાયરવોલ' અને GCJ-02 કોઓર્ડિનેટ સિસ્ટમનું ગણિત
ગૂગલ મેપ્સ કામ ન કરવા પાછળનું મુખ્ય કારણ ચીનનુંકડક સિક્યોરિટી સેન્સરશીપ ફિલ્ટર 'ગ્રેટ ફાયરવોલ' (Great Firewall)છે. આ સિસ્ટમ દ્વારા ગૂગલ સર્ચ, જીમેલ અને યુટ્યુબ સહિતની તમામ સર્વિસીસ પર બેન લગાવાયેલો છે. આ ઉપરાંત ટેકનિકલ સ્તરે, આખી દુનિયા 'WGS-84' જીપીએસ ક્વાર્ડિનેટ સિસ્ટમનો ઉપયોગ કરે છે, જ્યારે ચીની સરકાર સુરક્ષા કારણોસર 'GCJ-02' નામના અલગ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. આ તફાવતને લીધે ગૂગલ મેપ્સ પર તમારું સાચું લોકેશન 200 થી 500 મીટર દૂર દેખાય છે, જ્યાં વીપીએન પણ કામ કરતું નથી.
ચીનમાં રસ્તો શોધવા માટે ગૂગલના બદલે આ ૩ એપ્લિકેશન્સ વાપરો
ચીનમાં મુસાફરી દરમિયાન ચોક્કસ રસ્તો અને લોકેશનશોધવા માટે સ્થાનિક એપ્સ જ સૌથી વધુ ઉપયોગી નીવડે છે. ત્યાં 'Amap' (Gaode) અને 'Baidu Maps' સૌથી લોકપ્રિય છે, જે ચાઈનીઝ કોઓર્ડિનેટ્સ પર કામ કરતી હોવાથી બસ, મેટ્રો અને ડ્રાઇવિંગ માટે એકદમ સચોટ માહિતી આપે છે. આ સિવાય જો તમારી પાસે આઈફોન હોય, તો 'Apple Maps' ચીનની સત્તાવાર નેવિગેશન સિસ્ટમ સાથે ટાઈ-અપ ધરાવતું હોવાથી ત્યાં ખૂબ જ યોગ્ય રીતે કામ કરે છે.

