Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દહેગામમાં બોરવેલ કેબલ ચોરીનો ખેલ! વાહન અને મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

દહેગામમાં બોરવેલ કેબલ ચોરીનો ખેલ! વાહન અને મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

Mantavya News 1 week ago

Gandhinagar News: દહેગામ પોલીસે બોરવેલના કેબલ વાયર ચોરી (Cable Wire Theft) કરતી ગેંગનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓ દહેગામ તેમજ કણભા વિસ્તારમાં આવેલા સરકારી બોરવેલમાંથી રાત્રિના સમયે કેબલ વાયર કાપીને ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી કેબલ વાયર, વાહન સહિત કુલ રૂ.40,010નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસને બાતમી મળી હતી કે ત્રણ શખ્સો ચોરાઉ કેબલ વાયર લઈને પાલુન્દ્રાથી દહેગામ તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે હરસોલી ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન કાળા રંગના પ્લેઝર ટુ-વ્હીલર નંબર GJ-09-CQ-4333 પર સવાર ત્રણ શખ્સોને રોકી તપાસ કરવામાં આવી હતી.

Cable Wire Theft: ત્રણ આરોપીઓની ધરપકડ

પોલીસે તપાસ (Dehgam Police) દરમિયાન રાકેશ દંતાણી, રાહુલ દંતાણી અને જાદવ વાઘા નવઘણ સલાટને ઝડપી પાડ્યા હતા. તેમની પાસે રહેલા સામાનની તપાસ કરતાં વિવિધ કંપનીના કેબલ વાયર મળી આવ્યા હતા. પોલીસને શંકા જતા સમગ્ર સામાન કબજે કરી આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

અલગ-અલગ કંપનીના કેબલ વાયર મળ્યા

પોલીસે આરોપીઓપાસેથી સોના ગોલ્ડ કંપનીનો 16 MMનો 10 ફૂટ કેબલ વાયર તેમજ દર્શન પ્લસ કંપનીના 6 MMનો 30 ફૂટ, 10 MMનો 10 ફૂટ, 10 MMનો 25 ફૂટ અને 4 MMનો 30 ફૂટ કેબલ વાયર જપ્ત કર્યો હતો. આ ઉપરાંત જૈન્સન કંપનીનો 16 MMનો 25 ફૂટ કેબલ વાયર પણ મળી આવ્યો હતો. કેબલ વાયર (Borewell Cable Theft) સહિત અન્ય સામાનની કિંમત પોલીસ દ્વારા કુલ રૂ.30,000 જેટલી આંકવામાં આવી છે. કેબલ વાયર ઉપરાંત પોલીસે આરોપીઓના કબજામાંથી રૂ.10,000ની કિંમતનું પ્લેઝર ટુ-વ્હીલર, તેમજ લાકડાના હાથાવાળી એક્સો બ્લેડ પણ કબજે કરી છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.40,010 હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાત્રે અંધારાનો લાભ લઈ કેબલ કાપતા

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ સરકારી બોરવેલનાકેબલ વાયર ચોરી (Cable Theft Gang) કરતા હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને ગામના બોરવેલ સુધી પહોંચતા અને કેબલ વાયર કાપીને ચોરી કરતા હતા. ત્યારબાદ ચોરેલા વાયર લઈને ત્યાંથી નીકળી જતા હતા.

એક આરોપી સામે અગાઉ પણ ગુના નોંધાયેલા

પોલીસ તપાસમાં રાકેશ દંતાણી વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ કલમ 379 તથા BNSની વિવિધ જોગવાઈઓ હેઠળ કુલ પાંચ ગુના નોંધાયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. દહેગામ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈને ચોરાયેલા કેબલ વાયર ક્યાંથી ચોરવામાં આવ્યા હતા અને અગાઉ આવી કેટલી ચોરીઓને અંજામ આપવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ ગેંગ સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati