Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દેશમાં ચોમાસું 7 દિવસ મોડું પડશે, શ્રીલંકાના તોફાની પવનોએ કેરળના તટ પાસે વરસાદ રોક્યો.

દેશમાં ચોમાસું 7 દિવસ મોડું પડશે, શ્રીલંકાના તોફાની પવનોએ કેરળના તટ પાસે વરસાદ રોક્યો.

Mantavya News 1 week ago

IMD Monsoon Forecast 2026: દેશમાં આ વર્ષે ચોમાસાની (Monsoon) એન્ટ્રી મોડી થઈ ગઈ છે, જેના કારણે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાએ હજુ વધુ રાહ જોવી પડશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે જણાવ્યું હતું કે, શ્રીલંકા પર ફૂંકાયેલા તીવ્ર તુફાની પવનો અને ઓછા દબાણના કારણે ચોમાસું કેરળના તટથી માત્ર 30 થી 35 કિલોમીટર દૂર છેલ્લા 5 દિવસથી અટવાયેલું છે.

આગામી 2 થી 3 દિવસ સુધી તે આગળ વધે તેવા કોઈ આસાર નથી. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ 1 June માનવામાં આવે છે, પરંતુ હવે તે 7 દિવસ મોડું એટલે કે જૂનના પ્રથમ સપ્તાહમાં કેરળ પહોંચશે. આ ઉપરાંત, જૂન અને જુલાઈ મહિનામાં પણ ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે હીટવેવ (કાળઝાળ ગરમી) ચાલુ રહેશે, જ્યાં સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ શકે છે.

આ વર્ષે 10% ઓછો વરસાદ અને અલ-નીનોની ઘાતક અસર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દેશમાં સરેરાશ 78 સેન્ટીમીટર વરસાદ થવાનું અનુમાન છે, જે સામાન્ય વરસાદ (87 સેન્ટીમીટર) કરતાં આશરે 10% ઓછો છે. આ નબળા ચોમાસા(Monsoon) પાછળનું મુખ્ય કારણ ‘અલ-નીનો’ (El Nino Effect) છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અલ-નીનો સક્રિય રહેવાના કારણે પ્રશાંત મહાસાગરથી ભારત તરફ આવતા ચોમાસાના પવનો અવરોધાશે, જેના લીધે વરસાદનું ચક્ર ખોરવાઈ જશે. જૂન મહિનામાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ(Monsoon) પડશે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આશા છે.

ખેતી અને સામાન્ય માણસ પર શું થશે સીધી અસર?(Monsoon)

ભારતની આશરે 64% વસ્તી ખેતી પર નિર્ભર છે અને માત્ર 55% જમીન જ સિંચાઈ હેઠળ છે. દેશના મુખ્ય ‘કોર ઝોન’ (મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્રનું વિदर्भ, ઓડિશા) માં ઓછો વરસાદ થવાના કારણે ખરીફ પાકની વાવણી મોડી થશે, જે ઉત્પાદન ઘટાડી શકે છે.

મોંઘવારી વધશે: પાક ઓછો થવાના કારણે બજારમાં શાકભાજી, કઠોળ અને અનાજની સપ્લાય ખોરવાશે, જેનાથી કિંમતો આસમાને પહોંચી શકે છે.

ગ્રામીણ બજાર સુસ્ત થશે: ખેડૂતોની આવક ઘટતાં ગામડાઓમાં ટ્રેક્ટર અને ટુ-વ્હીલર જેવા વાહનોની માંગ ઘટશે.

પાણી અને વીજળીની કટોકટી: ડેમ અને જળાશયોમાં પાણીનું સ્તર ઘટશે, જ્યારે ગરમીના કારણે વીજળીનો વપરાશ બમણો થઈ જશે.

હવામાન વિભાગના 150 વર્ષના ઇતિહાસમાં સૌથી વહેલું ચોમાસું 11 May 1918 ના રોજ આવ્યું હતું, જ્યારે સૌથી મોડું 18 June 1972 ના રોજ બેઠું હતું.


વિશ્વમાં સૌથી ગરમ રહ્યું રાજસ્થાનનું શ્રીગંગાનગર, 48.2 ડિગ્રી તાપમાન સાથે ઉત્તર ભારતમાં હીટવેવ

આ વર્ષે દેશમાં ચોમાસું નબળું રહેવાની આશંકા, IMDની આગાહીથી જગતનો તાત ચિંતિત

દેશમાં ગરમીનો કહેર, દિલ્હીમાં 45°C પાર, અનેક રાજ્યોમાં હીટવેવ એલર્ટ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati