Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ધોરણ-8ના 13 વર્ષીય વિદ્યાર્થીનું આપઘાતથી મોત, માતાની ટોક બાદ ભર્યું અંતિમ પગલું

ધોરણ-8ના 13 વર્ષીય વિદ્યાર્થીનું આપઘાતથી મોત, માતાની ટોક બાદ ભર્યું અંતિમ પગલું

Mantavya News 1 week ago

Surat News: શહેરના ભેસાણ ગામ વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. મોરાભાગળ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોરે આપઘાત (Surat Student Suicide) કરીને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Surat Student Suicide:માતા માત્ર 15થી 20 મિનિટ બાદ ઘરે પરત ફરી

મળતી માહિતી મુજબ, કિશોર પોતાના ભાઈ-બહેન સાથે ઘરમાં સામાન્ય રીતે મસ્તી કરી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે નાની બાબતે ઝઘડો થતાં માતાએ બંને બાળકોને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ માતા પોતાના આધાર કાર્ડ અને પાન કાર્ડ સંબંધિત કામ માટે ઘરેથી બહાર ગઈ હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, માતા માત્ર 15થી 20 મિનિટ બાદ ઘરે પરત ફરી હતી. ઘરે આવ્યા બાદ પુત્રને આપઘાત(Surat Student Suicide) કરેલી હાલતમાં જોતા માતા આઘાતમાં સરી પડી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Surat Student Suicide: સંબંધીએ વાલીઓને કરી અપીલ

ઘટના અંગે મૃતક કિશોરના સંબંધી રાકેશભાઈએ જણાવ્યું હતું કે, ઘરમાં ભાઈ-બહેન વચ્ચે સામાન્ય મસ્તી અને ઝઘડો ચાલતો હતો. માતાએ બંનેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ માતા આધાર કાર્ડ અને પાન કાર્ડનું કામ કરાવવા બહાર ગઈ હતી અને થોડા જ સમયમાં પરત આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં કિશોરે આ અંતિમ પગલું ભરી લીધું હતું. રાકેશભાઈએ વાલીઓને અપીલ કરતા બાળકોના મોબાઇલ ફોનના ઉપયોગ પર નજર રાખવા અને બાળકો સાથે સતત વાતચીત જાળવી રાખવા જણાવ્યું હતું.

અગાઉ મહેસાણામાં પણ વિદ્યાર્થીનીનું આપઘાતથી મોત

આ પ્રકારની વધુ એક દુઃખદ ઘટના 2 જુલાઈ, 2026ના રોજ મહેસાણામાં સામે આવી હતી. સોમનાથ રોડ પર આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ-7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચાર્મી પરમારે સોસાયટીના છઠ્ઠા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે, ચાર્મી ઘરેથી ચા-નાસ્તો કર્યા બાદ સ્કૂલે જવા માટે નીકળી હતી. આ દરમિયાન જ દુઃખદ ઘટના બની હતી.

બંને ઘટનાઓ બાળકોની માનસિક સ્થિતિ, પરિવાર સાથેનો સંવાદ અને તેમના મોબાઇલ તથા સોશિયલ મીડિયા ઉપયોગ અંગે વાલીઓએ સજાગ રહેવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે. જોકે, કોઈપણ આપઘાત પાછળનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકે છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati