Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દિશા સાલિયન કેસમાં પોલીસ તપાસ સામે બોમ્બે હાઈકોર્ટના તીખા પ્રશ્નો; રાજ્ય સરકારને આપી નોટિસ

દિશા સાલિયન કેસમાં પોલીસ તપાસ સામે બોમ્બે હાઈકોર્ટના તીખા પ્રશ્નો; રાજ્ય સરકારને આપી નોટિસ

Mantavya News 6 days ago

Entertainment News : દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયન (Disha Salian) ના રહસ્યમય મૃત્યુ કેસમાં બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court)અત્યંત કડક વલણ અપનાવ્યું છે. દિશાના પિતા સતીશ સાલિયન દ્વારા દાખલ કરવામાં આવેલી પીટિશન પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે પોલીસ તપાસમાં રહેલી ગંભીર ખામીઓ અને અનિયમિતતાઓ બદલ સરકારી પક્ષ તથા તપાસ અધિકારીઓની ભારે ઝાટકણી કાઢી હતી.

પિતાએ આ કેસમાં સામૂહિક બળાત્કાર અને હત્યાની આશંકા વ્યક્ત કરીને સ્વતંત્ર તપાસની માગણી કરી છે.

Disha Salian : શંકાસ્પદ વિગતો પર હાઈકોર્ટની લાલ આંખ

સુનાવણી દરમિયાન જસ્ટિસની બેન્ચે મેડિકલ પુરાવાઓનીવિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યા હતા. 14 મા માળેથી પડવાની ઘટના પર સવાલ ઉઠાવતા કોર્ટે તીખી ટિપ્પણી કરી હતી કે, જો દિશા આટલી ઊંચાઈ પરથી ઊંધા માથે જમીન પર પડી હોય તો તેના ચહેરા કે નાક પર ગંભીર ફ્રેક્ચર કે લોહી નીકળવાના નિશાન કેમ નહોતા અને માત્ર દાંત જ કેમ તૂટ્યા? આ ઉપરાંત, પીડિત પરિવાર (Affected family)ને તપાસની મહત્વપૂર્ણ વિગતો તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Post-mortem report)પૂરો ન પાડવા બદલ પણ કોર્ટે પોલીસ તંત્રની કડક શબ્દોમાં આલોચના કરી હતી.

માતા-પિતા, બોયફ્રેન્ડ રોહન રાય અને આદિત્ય ઠાકરેના વકીલની દલીલો

કેસની સુનાવણી વખતે સરકારી વકીલ શિશિર હિરેએ દલીલ કરી હતી કે પિતાના અગાઉના નિવેદન મુજબ દિશા આર્થિક તંગીથી પરેશાન હતી, જ્યારે બોયફ્રેન્ડ રોહન રાયે તે માનસિક તણાવમાં હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, નેતા આદિત્ય ઠાકરે તરફથી હાજર રહેલા સિનિયરએડવોકેટ સુદીપ પાસબોલાએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયાની અફવાઓ અને રાજકીય ષડયંત્ર પર આધારિત છે. જોકે, હાઈકોર્ટે તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા માગી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati