Donald Trump Iran Conflict Updates: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સામેના સંભવિત સૈન્ય હુમલાઓને સ્થગિત કરવાની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ટ્રમ્પના આ દાવા સામે ઈરાની મીડિયાએ આકરા પ્રહારો કરતા તેને અમેરિકાની પીછેહઠ ગણાવી છે અને ટ્રમ્પની મજાક ઉડાવી છે.
Donald Trump નો દાવો અને સોશિયલ મીડિયા પોસ્ટ
ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા સાઈટ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે મધ્ય પૂર્વીય દેશો અને ઈરાનની વિનંતી તેમજ સોદાની શરતો પર સહમતિ સધાતા તેમણે હુમલા રોકવાનો નિર્ણય લીધો છે.
આ કરારમાં હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને તાત્કાલિક અને સંપૂર્ણ રીતે ખોલવાનો સમાવેશ થતો હોવાનો પણ ટ્રમ્પે દાવો કર્યો હતો.
ઈરાનનો આકરો પલટવાર અને ફાર્સ એજન્સીનો દાવો
ઈરાનની સરકારી અને અર્ધ-સરકારી સમાચાર એજન્સી ‘ફાર્સ’ (Fars News Agency) એ ટ્રમ્પના દાવાઓને ફગાવતા લખ્યું કે ટ્રમ્પ પોતાની ખાલી ધમકીઓથી ફરી એકવાર પાછળ હટી ગયા છે અને પોતાની મજબૂરીને એહસાન તરીકે રજૂ કરી રહ્યા છે.
ઈરાનની ‘તસ્નીમ’ (Tasnim News Agency) એજન્સીએ પશ્ચિમી મીડિયા રિપોર્ટ્સ ટાંકીને દાવો કર્યો છે કે અમેરિકા પાસે એર ડિફેન્સ મિસાઈલોનો સ્ટોક ખૂટી ગયો હોવાને કારણે ટ્રમ્પને હુમલા રોકવાની ફરજ પડી છે.
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના દાવાને પણ નકારી કાઢ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમેરિકા(Donald Trump) પોતાની દુશ્મનાવટ ભરી હરકતો બંધ નહીં કરે ત્યાં સુધી તે બંધ જ રહેશે.

