Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
એપલનો નવો ધમાકો; ટૂંક સમયમાં લોન્ચ થશે કેમેરાથી સજ્જ એરપોડ્સ

એપલનો નવો ધમાકો; ટૂંક સમયમાં લોન્ચ થશે કેમેરાથી સજ્જ એરપોડ્સ

Mantavya News 1 week ago

Tech & Auto News : વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની એપલ (Apple )પોતાના લોકપ્રિય 'એરપોડ્સ' (AirPods) માં એક મોટો અને ક્રાંતિકારી બદલાવ કરવા જઈ રહી છે. કંપની ટૂંક સમયમાં જ ઇન-બિલ્ટ કેમેરા ધરાવતા નવા મોડેલને માર્કેટમાં ઉતારી શકે છે, જે અંગેનો ખુલાસો તાજેતરના મેકઓએસ (macOS) સોફ્ટવેર અપડેટમાંથી થયો છે.

Apple : મેકઓએસ કોડ 'B790' માં લીક થઈ એરપોડ્સની વિગતો

આ નવા એરપોડ્સમાં મૂકવામાં આવેલો કેમેરાફોટોગ્રાફી કે વીડિયો શૂટિંગ માટે નથી, પરંતુ તે વપરાશકર્તાની આસપાસના વાતાવરણ અને વસ્તુઓનું વિશ્લેષણ કરશે. બ્લૂમબર્ગના જાણીતા પત્રકાર માર્ક ગુરમેન અનુસાર, macOS 26.7 સોફ્ટવેરમાં 'B790' કોડનેમ હેઠળ આ ફીચરનો ઉલ્લેખ મળ્યો છે. વાયરલ ડેમો વીડિયો અનુસાર, યુઝર કેમેરા સામે કોઈ વસ્તુ કે પુસ્તક રાખશે ત્યારે એપલનું 'વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ' (Visual Intelligence)તેને તરત સ્કેન કરી લેશે, જેનાથી વોઈસ આસિસ્ટન્ટ સિરી આસપાસની દુનિયાને જોઈને વધુ ચોક્કસ જવાબો આપી શકશે.

સપ્ટેમ્બરમાં લોન્ચિંગની શક્યતા

આ ક્રાંતિકારી કેમેરા સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે તે માટે તેની સામે કોઈ અવરોધ ન હોવો જરૂરી છે. જો યુઝરના વાળ કે અન્ય કોઈ સાધન કેમેરાને ઢાંકી દેશે તો સોફ્ટવેરયુઝરને તરત જ એલર્ટ નોટિફિકેશન મોકલશે. એવી જોરદાર ચર્ચા છે કે એપલ આ કેમેરાવાળા એરપોડ્સને આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નવા આઈફોન મોડેલ્સ સાથે વૈશ્વિક સ્તરે લોન્ચ કરી શકે છે, જોકે કંપની તરફથી સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે.


આ પણ વાચો :ચીનની મુસાફરી કરતી વખતે ગૂગલ મેપ્સ પર ન રહેતા નિર્ભર; જાણી લો 'ગ્રેટ ફાયરવોલ' નો કાયદો

આ પણ વાચો :સ્લો ઈન્ટરનેટથી પરેશાન છો?; આ 5 ભૂલો સુધારી મેળવો સુપરફાસ્ટ સ્પીડ

આ પણ વાચો :રાત્રે 12થી સવારે 6 સુધી Instagram-Facebook બંધ! Metaએ બદલ્યા નિયમો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati