Dailyhunt
ગિફ્ટ સિટીમાં સ્થાપિત થશે ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, 2026ની શરૂઆતમાં ગુજરાતને AIની ભેટ

ગિફ્ટ સિટીમાં સ્થાપિત થશે ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, 2026ની શરૂઆતમાં ગુજરાતને AIની ભેટ

Mantavya News 3 months ago

Gujarat News: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. વર્ષ 2026ના પ્રારંભથી ગિફ્ટ સિટી(Gift City), ગાંધીનગરમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (IAIRO)ની સ્થાપના કરવામાં આવશે. આ સાથે ગુજરાત PPP મોડલ પર AI રિસર્ચ સંસ્થા સ્થાપનારો દેશનો પ્રથમ રાજ્ય બન્યું છે.

રાજ્ય-કેન્દ્ર-ઉદ્યોગોની ત્રિપક્ષીય ભાગીદારી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર, ભારત સરકાર અને ખાનગી ઉદ્યોગોની ભાગીદારીથી IAIROની સ્થાપનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સંસ્થા PPP (Public Private Partnership) મોડલ પર કાર્યરત થશે, જે AI ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે નવી દિશા આપશે. IAIROને સ્પેશિયલ પર્પઝ વિહિકલ (SPV) તરીકે રચવામાં આવશે અને તે કંપની અધિનિયમ 2013ની કલમ 8 હેઠળ નોન-પ્રોફિટ સંસ્થા તરીકે કાર્ય કરશે.

ગિફ્ટ સિટી (Gift City): AI હબ તરીકે નવી ઓળખ

1 જાન્યુઆરી 2026થી ગિફ્ટ સિટી (Gift City)માં IAIRO કાર્યરત થશે. ગિફ્ટ સિટી (Gift City) પહેલેથી જ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને ટેક્નોલોજી હબ તરીકે ઓળખાય છે. હવે AI રિસર્ચ સંસ્થાની સ્થાપનાથી ગિફ્ટ સિટી (Gift City)Iની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે.

300 કરોડનું બજેટ, સમાન યોગદાન

IAIRO માટે પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 300 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખાનગી ભાગીદારો ત્રણેયનું 33.33 ટકા યોગદાન રહેશે. આ ફંડ AI રિસર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનવ સંસાધન વિકાસ અને ટેક્નોલોજીકલ ઇનોવેશન માટે ઉપયોગમાં લેવાશે.

ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સની મહત્વપૂર્ણ ભૂમિકા

ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) IAIRO માટે એન્કર ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે. IPA 2025-26 માટે 25 કરોડ રૂપિયાનું યોગદાન આપશે. IPAમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા સહિત 23 અગ્રણી ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે. આથી AIનો ઉપયોગ આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે.

AI દ્વારા શિક્ષણ, કૃષિ અને આરોગ્યમાં પરિવર્તન

ગુજરાત સરકારની આ પહેલ ભારત સરકારના IndiaAI Mission અને રાજ્યના AI Action Plan સાથે સુસંગત છે. AIના ઉપયોગથી શિક્ષણ ક્ષેત્રમાં પર્સનલાઇઝ્ડ લર્નિંગ, કૃષિમાં સ્માર્ટ ફાર્મિંગ અને આરોગ્ય ક્ષેત્રમાં અદ્યતન નિદાન અને સારવાર સુલભ બનશે.

AI ટાસ્કફોર્સ અને મલ્ટી-ડિસિપ્લિનરી અભિગમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે AI ટાસ્કફોર્સની રચના કરી છે. IAIROને AI માટે મલ્ટી-ડિસિપ્લિનરી હબ બનાવવાની નેમ રાખવામાં આવી છે, જેમાં રિસર્ચ, પોલિસી, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવામાં આવશે.

હાઇબ્રિડ કમ્પ્યુટ મોડલ અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર

IAIRO હાઇબ્રિડ કમ્પ્યુટ મોડલ પર કાર્ય કરશે. તેમાં ઓન-પ્રેમિસ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે IndiaAI Cloud જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મ્સનું સંકલન કરવામાં આવશે. આથી સંશોધકોને વૈશ્વિક સ્તરની કમ્પ્યુટિંગ સુવિધા મળશે.

વૈશ્વિક સ્તરે ભારતને AI લીડર બનાવવાની દિશામાં પગલું

IAIRO દ્વારા IP ક્રિએશન, કેપેસિટી બિલ્ડીંગ અને પોલિસી બેઝ્ડ રિસર્ચ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ પહેલ ગુજરાતને ઇમર્જિંગ ટેકનોલોજી ઇનોવેશનનું કેન્દ્ર બનાવશે અને AI ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્પર્ધામાં અગ્રેસર બનાવશે.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati