Monday, 21 Sep, 9.39 am Mantavya News

હોમ
Good News : સ્પાઈસ જેટે દરભંગા એરપોર્ટ માટે શરૂ કર્યુ ટીકિટ બુકિંગ

ઉડાન યોજના અંતર્ગત મુસાફરોની સેવા માટે તૈયાર કરવામાં આવતા દરભંગા એરપોર્ટથી 8 નવેમ્બરથી ફ્લાઇટ સેવાઓ ઉપલબ્ધ થશે. સ્પાઈસ જેટે મુસાફરો માટે ઓનલાઇન ટિકિટ બારી ખોલી છે. દરભંગાની ટિકિટ બુકિંગ હવે દિલ્હી, બેંગલુરુ અને મુંબઇથી શરૂ થઈ ગઈ છે. મિથિલાનાં લોકો લાંબા સમયથી દરભંગાથી ફ્લાઇટ સર્વિસ શરૂ થાય તેની રાહ જોતા હતા.

મિથિલાના લોકો સોશિયલ મીડિયા દ્વારા ટિકિટ બુક કરાવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ દરભંગા વિમાનમથકની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ટૂંક સમયમાં ટિકિટ બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati
Top