Gujarat Monsoon Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 164 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે.
રાજ્યના 164 તાલુકામાં મેઘમહેર
સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં 10.79 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ ધારીમાં 9.21 ઈંચ અને ખાંભામાં 6.81 ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લાના સુબીરમાં 5.16 ઈંચ, સાવરકુંડલામાં 5 ઈંચ, જાફરાબાદમાં 4.92 ઈંચ અને ડાંગ તાલુકામાં 4.57 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત વિજયનગરમાં 4.49 ઈંચ, બગસરામાં 4.29 ઈંચ, લીલીયા અને ઉનામાં 4.21-4.21 ઈંચ, જેસરમાં 3.58 ઈંચ, ચીખલીમાં 3.27 ઈંચ તેમજ મહુવામાં 2.99 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટમાં વરસાદ, છતાં કેટલાક ગામોમાં રાહ યથાવત
બીજી તરફ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. લોધિકા, કોટડા સાંગાણી અને ગોંડલ પંથકમાં પણ વરસાદ નોંધાતા અનેક રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે રાજકોટ જિલ્લાના અનેક ગામોમાં હજુ પણ વાવણીલાયક વરસાદની રાહ જોવાઈ રહી છે.
હળવદમાં વરસાદ વચ્ચે વીજ થાંભલામાં આગ
મોરબી જિલ્લાના હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ દરમિયાન સ્ટ્રીટ લાઈટના એક વીજ થાંભલામાં આગ લાગી હતી, જેના કારણે વીજપોલમાંથી આગના તણખા ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં થોડો સમય ભયનો માહોલ સર્જાયો હતો.
ગીર સોમનાથમાં રાવલ ડેમમાંથી પાણી છોડવામાં વધારો
દેશના અનેક રાજ્યોમાં વરસાદી સ્થિતિમાં મોટો ફેરફાર, ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક વરસાદની ભારે અછત
હિમાચલના કિન્નૌરમાં પૂર-ભૂસ્ખલનથી NH બંધ, અંદાજે ₹16 કરોડનું નુકસાન, મૃત્યુઆંક 14 પર પહોંચ્યો

