Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હળવદના સાપકડા ગામમાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ

હળવદના સાપકડા ગામમાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ

Mantavya News 1 hr ago

Halvad Sapakda Farmers Protest: મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. 765 KV વીજલાઈન પ્રોજેક્ટ અને વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો ગામમાં એકત્ર થઈ વિરોધ નોંધાવી રહ્યા છે.

Halvad : 18 ખેડૂતોના ખેતરો પ્રભાવિત

ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ દ્વારા તેમના ખેતરોમાંથી વીજલાઈન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવી રહ્યું નથી.

ખાસ કરીને 18 ખેડૂતોના ખેતરોમાંથી આ લાઈન પસાર થતી હોવાના કારણે તેઓ આર્થિક નુકસાન અને ખેતી પર થનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસની હાજરી વચ્ચે વીજલાઈન સંબંધિત કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેને લઈને ખેડૂતો વધુ આક્રોશિત બન્યા હતા.

યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો મક્કમ

પ્રદર્શન દરમિયાન ખેડૂતોદ્વારા સરકાર અને પાવર ગ્રીડ કંપની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે ખેતીની જમીન અને પાકને નુકસાન પહોંચે છે, ત્યારે યોગ્ય અને ન્યાયસંગત વળતર મળવું જોઈએ. સ્થાનિક સ્તરે મામલો વધુ ઉગ્ર બનતા વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે. હાલ અધિકારીઓ ખેડૂતો સાથે ચર્ચા કરીને સ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ખેડૂતોનો સ્પષ્ટ મત છે કે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે. આ સમગ્ર ઘટનાએ હળવદ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.


ઈરાન-ઇઝરાયલ યુદ્ધ : મોરબીના સિરામિક ઉદ્યોગ પર ભારે સંકટ

મોરબીમાં ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પર ગંભીર આરોપ: ઉદ્યોગપતિ પર હુમલો

કળિયુગનો પુત્ર! મોરબીમાં પુત્રને ઠપકો આપતા પુત્રએ પિતાની કરી ક્રૂર હત્યા

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati