Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હવામાં જ ઊંઘે છે અને ઉડતાં ઉડતાં જ કરી લે છે શિકાર! આ અનોખા પક્ષી વિશે જાણીને ચોંકી જશો

હવામાં જ ઊંઘે છે અને ઉડતાં ઉડતાં જ કરી લે છે શિકાર! આ અનોખા પક્ષી વિશે જાણીને ચોંકી જશો

Mantavya News 2 weeks ago

Ajab Gajab News : કુદરતે આ ધરતી પર ભાતભાતના જીવજંતુઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે, જેમાંથી કેટલાકની લાક્ષણિકતાઓ માનવ મગજને ચકરાવે નાખી દે તેવી હોય છે. આવું જ એક અદ્ભુત પક્ષી (Common Swift) છે, જે જમીન પર પગ મૂક્યા વિના સતત 10 મહિના સુધી આકાશમાં ઉડતું રહી શકે છે. આ પક્ષી ઊંચાઈ પર ઉડતી વખતે જ ઊંઘી લે છે અને હવામાં જ પોતાનો ખોરાક પણ શોધી લે છે.

યુરોપમાં જોવા મળતું ‘કોમન સ્વિફ્ટ’ પક્ષી

મુખ્યત્વે યુરોપ ખંડ (The continent of Europe)માં જોવા મળતા આ પક્ષીનું નામ ‘કોમન સ્વિફ્ટ’ (Common Swift) છે. આ પક્ષી પોતાની અદ્ભુત ઉડાન ક્ષમતાઅને ઝડપ માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. પોતાની નોન-સ્ટોપ ફ્લાઈટ એબિલિટી અને લાંબી યાત્રાઓના કારણે આ પક્ષીએ ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ (Guinness Book of World Records)માં પણ પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે.

હવામાં જ ઝપકી લે છે અને ઉડતાં ઉડતાં જીવજંતુઓનો કરે છે શિકાર

વૈજ્ઞાનિકો અને સંશોધકોના મતે, કોમન સ્વિફ્ટ જ્યારે આકાશમાં અતિશય ઊંચાઈ (Extreme height) પર પહોંચી જાય છે, ત્યારે તે નીચે તરફ આવતી વખતે હવામાંજ પાવર નેપ (નાની ઝપકી) લઈ લે છે. આ સિવાય, ખોરાક માટે તેને જમીન પર ઉતરવાની જરૂર પડતી નથી; તે આકાશમાં ઉડતી વખતે જ જીવજંતુઓ અને કીટાણુઓને પોતાનો આહાર બનાવી લે છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati