Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકાનો ઈરાન પર ફરી હુમલો, લારક ટાપુ પર રોકેટ લોન્ચર્સ નિશાન પર

હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકાનો ઈરાન પર ફરી હુમલો, લારક ટાપુ પર રોકેટ લોન્ચર્સ નિશાન પર

Mantavya News 2 weeks ago

US attack Iran : અમેરિકી સેનાએ લગભગ એક મહિના બાદ ઈરાન પર ફરી હુમલો કર્યો છે. રવિવારે હોર્મુઝ સ્ટ્રેટ નજીક આવેલા ઈરાનના લારક ટાપુ પર બે રોકેટ લોન્ચર્સને નિશાન બનાવવામાં આવ્યા. અમેરિકાના જણાવ્યા અનુસાર, ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ અહીંથી રોકેટ અને દરિયાઈ સુરંગો લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હતા.

લારક ટાપુ પર અમેરિકાનો હુમલો

લારક ટાપુ ઈરાનના બંદર અબ્બાસ નજીક અને હોર્મુઝ સ્ટ્રેટની વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાન પર આવેલો છે.

અમેરિકી (US attack) સેનાના જણાવ્યા અનુસાર, અહીં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. હુમલામાં બે રોકેટ લોન્ચર્સને નિશાન બનાવવામાં આવ્યા. અમેરિકી હુમલા બાદ ઈરાને જોર્ડનમાં આવેલા બે અમેરિકી એરબેઝ પર બેલિસ્ટિક મિસાઈલો છોડવાનો દાવો કર્યો છે. ઈરાની મીડિયા અનુસાર કિંગ હુસૈન અને અલ-અઝરાક એરબેઝના કેટલાક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, કેટલાક અહેવાલો અનુસાર જોર્ડનની એર ડિફેન્સે ઈરાની મિસાઈલોને રસ્તામાં જ ઇન્ટરસેપ્ટ કરી દીધી હતી.

હોર્મુઝ સ્ટ્રેટ કેમ છે મહત્વપૂર્ણ?

હોર્મુઝ સ્ટ્રેટ ફારસની ખાડી અને અરબ સાગર વચ્ચેનો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. વિશ્વના તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસના મોટા જથ્થાની અવરજવર આ માર્ગેથી થાય છે. તેથી અહીં સૈન્ય તણાવ વધે અથવા જહાજોની અવરજવર અટકે તો વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાય અને કિંમતો પર સીધી અસર પડી શકે છે. લારક ટાપુ ઈરાનના કિનારા અને હોર્મુઝ સ્ટ્રેટની વચ્ચે મહત્વપૂર્ણ સ્થિતિ ધરાવે છે. અહેવાલો અનુસાર, ઈરાન અહીંથી પસાર થતા કેટલાક ટેન્કરોની તપાસ કરી રહ્યું છે અને સ્ટ્રેટ પાર કરવા માટે ભારે ફી વસૂલવાની પણ વાત સામે આવી છે. આ કારણે આ ટાપુ પરની કોઈપણ સૈન્ય ગતિવિધિ આંતરરાષ્ટ્રીય વેપાર(US attack) માટે મહત્વપૂર્ણ બની જાય છે.

અમેરિકાએ હોર્મુઝમાંથી દરિયાઈ સુરંગો હટાવી

અમેરિકી(US attack) સેનાએ તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટના આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પરથી દરિયાઈ સુરંગો હટાવવાનું કામ પૂર્ણ કર્યું હોવાનો દાવો કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચેતવણી આપી હતી કે હોર્મુઝમાં નવી સુરંગો બિછાવવાનો પ્રયાસ થશે તો તેને નષ્ટ કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ હોર્મુઝ સ્ટ્રેટને 'ન્યૂ યુએસ ટેરિટરી' તરીકે ગણાવી ચૂક્યા છે. 18 ઓગસ્ટે તેમણે હોર્મુઝ પર અમેરિકી નિયંત્રણની વાત કરી હતી અને ત્યારબાદ ફરીથી સોશિયલ મીડિયા પર હોર્મુઝને અમેરિકી વિસ્તાર તરીકે દર્શાવતી તસવીર શેર કરી હતી.

અમેરિકા-ઈરાન સંઘર્ષથી વધી શકે છે વૈશ્વિક ચિંતા

અમેરિકા અને ઇઝરાયેલના ઈરાન (US attack) વિરુદ્ધના હુમલાઓ બાદ ઈરાને પણ ઇઝરાયેલ અને ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. હવે હોર્મુઝ સ્ટ્રેટ નજીક ફરીથી અમેરિકી સૈન્ય કાર્યવાહી થવાથી સંઘર્ષ વધુ ગંભીર બનવાની ચિંતા વધી છે. ખાસ કરીને આ માર્ગ વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે મહત્વપૂર્ણ હોવાથી તેની અસર આંતરરાષ્ટ્રીય બજારો પર પણ પડી શકે છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati