Entertainment News: બોલીવુડ એક્ટર સલમાન ખાન (Salman Khan, Bollywood Actor)ના પિતા અને મશહૂર સ્ક્રીપ્ટ રાઇટર સલીમ ખાનની હૅલ્થ (Salim Khan Health) વિશેની મોટા સમાચાર જાણવા મળ્યા છે. સલીમ ખાનને મુંબઇની લીલાવતી હોસ્પિટલ (Lilavati Hospital)માં ભરતી કરવામાં આવ્યા છે અને આ સમાચાર વાયુવેગે ફેલાઇ રહ્યા છે. ફેન્સ એમના સ્વાસ્થ્ય અંગે બેહદ ચિંતિત બન્યા છે અને એમના જલદીથી સાજા થવાની દુઆઓ કરી રહ્યાં છે.
શું થયું સલીમ ખાનને?
હાલ દરેક વ્યક્તિ ચાહે બોલીવુડની હોય કે ન હોય, એ જાણવા આતુર છે કે, આખરે સલીમ ખાનને શું થયું છે! જો કે, હજુ સુધી એમની હૅલ્થ અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી અને પરિવાર દ્વારા પણ કોઈ સત્તાવાર બયાન આપવામાં આવ્યું નથી.

પિતા સલીમ ખાનને મળવા પહોંચ્યા સલમાન ખાન (Salman Khan)
સલીમ ખાન હોસ્પિટલમાં દાખલ થયા હોવાથી સમગ્ર ખાન પરિવાર ફિકરમંદ છે. પિતાની તબિયતની જાણકારી મળતા જ સલમાન ખાન ભાગીને લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતાય હોસ્પિટલ બહાર સલમાન ખાનના વીડિયો અને તસવીરો વાયરલ થઇ રહી છે. એના ચહેરા પર ચિંતાની ઝલક જોવા મળી હતી.
હોસ્પિટલ બહાર બહેનો સાથે સલમાન ખાન દેખાયો
અલવીરા ખાન તથા અર્પિતા આ બંને બહેનો પણ અર્પિતાના પતિ આયુષ શર્મા (Alvira Khan, Arpita, Ayush Sharma) સાથે હોસ્પિટલ બહાર સ્પોટ કરવામાં આવી હતી. જો કે, સલીમ ખાન માત્ર રુટિન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા છે કે કોઇ ગંભીર મામલો છે એનો હજુ સુધી પરિવારના કોઈ પણ સભ્યે ફોડ પાડ્યો નથી!

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કોહીનૂર સલીમ ખાન
બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કોહીનૂર કહેવાતા સલીમ ખાન જેમ-જેમ સમય વીત્યો એમ-એમ ઓર ચમકતા રહ્યાં છે. સલીમ ખાને પોતાનું કેરિયર એક્ટિંગ કરવાથી શરુ કર્યુ હતુ પણ જાવેદ અખ્તર સાથે મુલાકાત થયા બાદ એ રાઇટર બની ગયા. સલીમ-જાવેદ (Salim-Javed)ની હીટ જોડીની કલમે કમાલ કરી છે…એમની આઇકૉનિક ફિલ્મો છે, જંજીર, શોલે, ડોન, શાન અને યાદોં કી બારાત (Zanjeer, Sholay, Don, Shaan, Yaadon Ki Baraat)…
સલીમ ખાનના અંગત જીવન વિશે વાત કરીએ તો એ 90 વર્ષની વયે પહોંચ્યા છે. એમનો જન્મ વર્ષ 1935ના નવેમ્બર મહિનામાં ઈન્દોર ખાતે થયો હતો. સલીમ ખાને વર્ષ 1964માં સુશીલા ચરક સાથે લગ્ન કર્યા હતા અને પાછળથી જેમને સલમા ખાન નામ આપવામાં આવ્યું હતુ.

5 સંતાનોના પિતા સલીમ ખાન
આ લગ્નથી આ યુગલને 4 બાળકો થયા હતા, 3 પુત્રોમાં સલમાન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાન (Arbaaz Khan and Sohail Khan)…આ ઉપરાંત, એક પુત્રી અલવીરા ખાન છે. એક અન્ય દત્તક પુત્રી અર્પિતા પણ છે. આમ સલીમ ખાનને કુલ 5 સંતાનો છે. સલીમે પોતાના પ્રથમ લગ્નના ઘણા વર્ષો બાદ એક્ટ્રેસ હેલન (Helen) સાથે પણ લગ્ન કર્યા હતા. આ આખોય પરિવાર એક ખુશહાલ જીવન વીતાવે છે અને ખાન પરિવાર બોલીવુડના અગ્રગણ્ય પરિવારો પૈકીનું એક ગણાય છે.

