Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સ-2026માંથી બહાર, ભારતને મોટો ઝટકો

ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સ-2026માંથી બહાર, ભારતને મોટો ઝટકો

Mantavya News 2 weeks ago

New Delhi news: એશિયન ગેમ્સ-2026 પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરા (Neeraj Chopra)ઈજાના કારણે આગામી એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં. નીરજ ચોપરાએ શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે જાણકારી આપી છે.

ટ્રેનિંગ દરમિયાન નીરજ ચોપરાને પગના ટાંકામાં લિગામેન્ટની ઈજા થઈ છે. ડોક્ટર અને પોતાની મેડિકલ ટીમ સાથે સલાહ-મસલત કર્યા બાદ તેમણે સમગ્ર સિઝનમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે.

નીરજના બહાર થવાથી એશિયન ગેમ્સમાં ભારતની મેડલની મોટી આશાને પણ મોટો ઝટકો લાગ્યો છે.

Neeraj Chopra ને ટ્રેનિંગ દરમિયાન લાગી ઈજા

નીરજ ચોપરાએ તાજેતરમાં લુઝાન ડાયમંડ લીગમાં શાનદાર પ્રદર્શનકર્યું હતું. અહીં તેમણે આ સિઝનનો પોતાનો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. તેમના આ પ્રદર્શન બાદ એશિયન ગેમ્સ (Asian Games 2026)માં તેમના પ્રદર્શનને લઈને ચાહકોની આશા વધી હતી.

જોકે, ત્યારબાદ ટ્રેનિંગ દરમિયાન તેમના ટાંકામાં લિગામેન્ટમાં ઈજા થઈ હતી. ઈજા બાદ ડોક્ટર અને પોતાની ટીમ સાથે ચર્ચા કર્યા પછી નીરજે સમગ્ર સિઝનમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે.

નીરજ ચોપરાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, લુઝાનમાં સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યા બાદ તેમને લાગતું હતું કે તેઓ ફરી પોતાની લયમાં આવી રહ્યા છે. પરંતુ ત્યારબાદ ટ્રેનિંગ દરમિયાન ટાંકામાં લિગામેન્ટ ટિયર થતાં તેમની તૈયારીઓને મોટો ફટકો પડ્યો.

ભારત માટે નિરાશાજનક

નીરજ ચોપરા ભારતના સૌથી મોટા એથ્લેટિક્સ સ્ટાર્સમાંથી એક છે. આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી સ્પર્ધા (Major international competitions)ઓમાં તેમની પાસેથી મેડલની સૌથી વધુ આશા રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમનું એશિયન ગેમ્સ-2026માંથી બહાર થવું ભારતીય ટીમ માટે મોટું નુકસાન માનવામાં આવી રહ્યું છે.

હવે ભારતીય ચાહકો નીરજ ચોપરાની ઝડપી અને સંપૂર્ણ રિકવરીની આશા રાખી રહ્યા છે. ઈજામાંથી સંપૂર્ણપણે સાજા થયા બાદ તેઓ ફરી મેદાન પર પરત ફરે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે.


આ પણ વાચો:ભારત માટે ખુશખબર! નીરજ ચોપરા સહિત ત્રણેય જાવેલિન સ્ટાર્સ ફાઇનલમાં પહોંચ્યા

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati