Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બેગ્લુરુની વિજયી આગેકૂચ જારી, ચેન્નાઈને હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બેગ્લુરુની વિજયી આગેકૂચ જારી, ચેન્નાઈને હરાવ્યું

Mantavya News 1 month ago

IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 11મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) રવિવાર (5 એપ્રિલ) ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાઈ હતી. આ મેચ બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 43 રનથી શાનદાર જીત મેળવી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 3 વિકેટે 250 રન કરી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 251 રનનો લક્ષ્‍યાંક રાખ્યો હતો, અને તેઓ 207 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.

આ સીઝનમાં CSKનો સતત ત્રીજો પરાજય હતો. આ RCBનો સતત બીજો વિજય હતો, જેનાથી તેઓ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયા હતા.

નોંધનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સીઝનની તેમની પહેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 6 વિકેટથી હરાવ્યું હતું. દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સને સીઝનની પોતાની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) સામે 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ પાંચ વખતના IPL ચેમ્પિયનનો પંજાબ કિંગ્સ (PBKS) સામે 5 વિકેટથી પરાજય થયો હતો.

સરફરાઝ ખાને ફિફ્ટી ફટકારી

મોટા લક્ષ્‍યનો પીછો કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત નબળી રહી, પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવી. જેકબ ડફીએ રુતુરાજ ગાયકવાડ (7 રન) અને સંજુ સેમસન (9 રન) ની વિકેટ લીધી. ભુવનેશ્વર કુમારે આયુષ મ્હાત્રે (1 રન) ને આઉટ કર્યો. સરફરાઝ ખાન અને ‘ઈમ્પેક્ટ સબ’ કાર્તિક શર્માએ 47 રનની ભાગીદારી કરી, જેમાં સરફરાઝે મોટાભાગનો ફાળો આપ્યો. સરફરાઝે 25 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં આઠ ચોગ્ગા ને બે છગ્ગા ફટકાર્યા.

સરફરાઝ ખાન કૃણાલ પંડ્યાના સ્પિન જાળમાં ફસાયો હતો. ત્યારબાદ કૃણાલે કાર્તિક શર્મા (6 રન) ને આઉટ કર્યો. ચેન્નાઈ સુપર કિંગ્સની છઠ્ઠી વિકેટ શિવમ દુબે (18 રન) ના રૂપમાં પડી, જેનો અભિનંદન સિંહ દ્વારા કેચ થયો. ત્યારબાદ જેમી ઓવરટન અને પ્રશાંત વીરે સાતમી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી. પ્રશાંત વીરે 43 રન અને જેમી ઓવરટને 37 રનનું યોગદાન આપ્યું. તેમના આઉટ થતાં ચેન્નાઈની જીતની આશા ખતમ થઈ ગઈ નૂર અહેમદ (8 રન) અને મેટ હેનરી (2 રન) આઉટ થનારા છેલ્લા બે બેટ્સમેન હતા.

ડેવિડની તોફાની ઇનિંગ્સ, પાટીદાર અને પડિકલે પણ ચમક્યા

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ત્રણ વિકેટે 250 રન રન બનાવ્યા. વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સારી શરૂઆત અપાવી. કોહલીએ 18 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા. અંશુલ કંબોજના બોલ પર શિવમ દુબેના હાથે કોહલીનો કેચ થયો. કોહલીના આઉટ થયા પછી, ફિલ સોલ્ટ અને દેવદત્ત પડિકલે બીજી વિકેટ માટે ૫૬ રનની ભાગીદારી કરી. સોલ્ટે 30 બોલમાં 46 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. સોલ્ટની વિકેટ શિવમ દુબેએ લીધી.

દેવદત્ત પડિકલે હાફ સેન્ચુરી પૂરી કરવામાં સફળ રહ્યા, પરંતુ તે પછી તરત જ આઉટ થઈ ગયા. પડિકલે 29 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 50 રન બનાવ્યા. પડિકલે કેપ્ટન રજત પાટીદાર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી.

દેવદત્ત પડિકલે આઉટ થયા પછી, રજત પાટીદાર અને ટિમ ડેવિડે CSK બોલરોને આડે હાથ લીધા. તેમણે ચોથી વિકેટ માટે માત્ર 35 બોલમાં અણનમ 99 રનની ભાગીદારી કરી. ટિમ ડેવિડે માત્ર 25 બોલમાં અણનમ 70 રન બનાવ્યા, જેમાં આઠ છગ્ગા અને ત્રણ ચોગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન પાટીદારે અણનમ 48 રનનું યોગદાન આપ્યું. પાટીદારે પોતાની ઇનિંગમાં છ છગ્ગા અને એક ચોગ્ગા ફટકાર્યા.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 36 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સે 21 મેચ જીતી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 14 મેચ જીતી હતી. એક મેચ પણ અનિર્ણિત રહી હતી. ગયા સીઝનમાં, બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિજયી બન્યું હતું.

બેંગલુરુ વિ ચેન્નાઈ H2H

આઈપીએલની કુલ મેચોઃ 36

ચેન્નાઈ જીત્યું: 21

બેંગલુરુ જીત્યું: 14

અનિર્ણિત: 1

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ અને જેકબ ડફી.

ઈમ્પેક્ટ સબ: સુયશ શર્મા.

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ 11: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, પ્રશાંત વીર, જેમી ઓવરટોન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મેટ હેનરી અને ખલીલ અહેમદ.

ઈમ્પેક્ટ સબ: કાર્તિક શર્મા.


પંજાબ કિંગ્સને મળ્યો નવો હીરો, કૂપર કોનોલીએ ડેબ્યુમાં 72 રન ફટકારી ગુજરાતને હરાવ્યું

સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં મુંબઈની કસોટી, દિલ્હીમાં મુકેશ કુમારનો કહેર; વાંચો લાઈવ સ્કોર

સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે જંગ, ઈશાન કિશન કે રિષભ પંત કોણ મારશે બાજી?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati