Thursday, 04 Mar, 11.18 am Mantavya News

હોમ
ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

ટીમ ઈન્ડિયા અનેે ઈંગ્લેન્ડનાં કેપ્ટન વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનાં મેદાને પહોંચી ચુક્યા છે. જ્યા હાલમાં ટોસ કરવામાં આવ્યો જેમા ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે.

Cricket / આજે રમાશે સીરીઝની અંતિમ ટેસ્ટ, ભારત માટે WTC ફાઈનલ પહેલા 'સેમિફાઇનલ' જેવી બનશે સ્થિતિ

ટીમ ઈન્ડિયા મોટેરાનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં શ્રેણી જીતવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઇનલમાં પહોંચવા માટે મેદાનમાં ઉતરશે. ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તેણે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી છે. જો ભારત આ મેચ જીતે છે અથવા તે શ્રેણીમાં 2-1 થી ડ્રો કરે છે, તો તે WTC ની ફાઇનલમાં પહોંચી જશે, જ્યાં તેનો સામનો જૂનમાં ન્યૂઝીલેન્ડની ટીમ સાથે થશે જે ટાઇટલ મેચમાં પ્રવેશ કરી ચૂકી છે.

Cricket / ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં અશ્વિન તોડી શકે છે મોટો રેકોર્ડ, જાણો કયો?

અંતિમ ટેસ્ટ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તૈયાર

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 4 માર્ચથી એટલે કે આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ રમાવાની છે. છેલ્લા 1 અઠવાડિયાથી પિચ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. માઇકલ વોન, એલિસ્ટર કૂક જેવા પૂર્વ ઈંગ્લેન્ડ કેપ્ટનોએ આ પિચની ટીકા કરી છે અને ઓસ્ટ્રેલિયાનાં માર્ક વો જેવા ખેલાડીઓએ આ દિગ્ગજોને પુષ્કળ સમર્થન આપ્યું છે. તેના જવાબમાં, રવિચંદ્રન અશ્વિન અને નાથન લિયોન જેવા મહાન સ્પિનરોએ પિચની ટીકા કરનારાઓ પર કટાક્ષ કર્યો છે. જ્યારે ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે કહ્યું કે પિંક બોલે પણ તેની ભૂમિકા ભજવી. આ બધી ઘટનાઓની વચ્ચે ભારતે તેમના શ્રેષ્ઠ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને રજા આપી દીધી છે. બુમરાહ પાસે શ્રેણીમાં કંઈ ખાસ કરવા જેવુ નહોતુ. હવે, ભારત ઈશાંત શર્માનાં ભાગીદાર તરીકે ઉમેશ યાદવ અથવા મોહમ્મદ સિરાજને પસંદ કરી શકે છે. ઈંગ્લેંડ હજી પણ શ્રેણીમાં 2-2 ની બરાબરી કરી શકે છે અને સન્માન સાથે ઘરે જઇ શકે તેવી તક તેની પાસે છે. જો આવું થાય તો ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી બહારનો રસ્તો જોવો પડી શકે છે અને ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલ મેચ માટે ઓસ્ટ્રેલિયા ફાઈનલ રહેશે.

ટીમો:

ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડ: ડોમિનિક સિબ્લી, જૈક ક્રોલી, જોની બેયરસ્ટો, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ (વિકેટકીપર), ડેનિયલ લોરેન્સ, ડોમિનિક બેસ, જૈક લીચ, જેમ્સ એન્ડરસન.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ -

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયેઅમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati
Top