Surat News: દેશભરમાં અહિંસા, કરુણા અને શાંતિનો સંદેશ આપતા જૈન સાધુ-સંતોની સુરક્ષાને લઈને હાલ સમગ્ર જૈન સમાજ (Surat Jain Community)માં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના રેવા અને ગુજરાતના ચોટીલા નજીક વિહાર દરમિયાન બનેલી દુર્ઘટનાઓ બાદ સુરતમાં જૈન સમાજ દ્વારા વિશાળ મૌન રેલી યોજી સંતોની સુરક્ષા માટે કડક કાયદાની માંગ ઉઠાવવામાં આવી હતી.
Surat Jain CommunitySurat Jain Communityનો આક્રોશ
સુરત મહાનગરના વિવિધ જૈન સંગઠનો અને ચારેય ફિરકાઓના આગેવાનો આ મુદ્દે એક થઈ ગયા હતા. સવારે પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટર ખાતે હજારોની સંખ્યામાં જૈન શ્રાવકો અને શ્રાવિકાઓ શ્વેત વસ્ત્રોમાં એકત્રિત થયા હતા.
જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંતને અનુસરી સમગ્ર રેલી શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે યોજાઈ હતી. કોઈપણ પ્રકારની નારાબાજી વગર લોકો હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને સાધુ-સંતોની સુરક્ષાની માંગ સાથે આગળ વધ્યા હતા. આ મૌન રેલી પાર્લે પોઈન્ટથી શરૂ થઈ અઠવાલાઈન્સ સ્થિત કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા નવ દિવસ દરમિયાન બનેલી બે મોટી ઘટનાઓએ સમગ્ર જૈન સમાજને હચમચાવી દીધો છે.
Surat Jain Communityપ્રથમ ઘટનામાં, 20 મેના રોજ મધ્યપ્રદેશના રેવા વિસ્તારમાં દિગંબર જૈન સમાજ (Surat Jain Community)ના સાધ્વીજી શ્રુતમતી માતાજી અને ઉપશમ માતાજી પગપાળા વિહાર દરમિયાન માર્ગ અકસ્માતમાં કાળધર્મ પામ્યા હતા. જૈન સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે આ માત્ર સામાન્ય અકસ્માત નહીં પરંતુ તેની પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે.
Surat Jain Communityબીજી ઘટના ગુજરાતના ચોટીલા હાઈવે (Chotila Highway) નજીક બની હતી, જ્યાં વિહાર કરી રહેલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પૂજ્ય પંન્યાસ શ્રી ઓમકારશેખર વિજયજી મહારાજ માર્ગ અકસ્માતમાં કાળધર્મ પામ્યા હતા.એક જ સપ્તાહમાં દિગંબર અને શ્વેતાંબર બંને સંપ્રદાયના સંતોના અવસાનથી સમગ્ર જૈન સમાજની લાગણીઓ દુભાઈ છે.
જૈન સમાજ (Surat Jain Community)ના અગ્રણી હિતેશકુમાર જૈને આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જૈન સાધુ-સાધ્વીજીઓને ટાર્ગેટ કરી હુમલાઓ થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે.
સમગ્ર જૈન સમાજે (Surat Jain Community) સરકાર સમક્ષ બે મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં દેશભરમાં પગપાળા વિહાર કરતા સાધુ-સાધ્વીઓ માટે વિશેષ સુરક્ષા કાયદો બનાવવાની અને આવા કેસોમાં સંડોવાયેલા આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરીને કડક સજા આપવાની માંગ કરવામાં આવી છે.

