હોમ
કેન્દ્ર સરકારની નવી કોરોના ગાઇડલાઇન જાહેર, જાણીલો સિમેના ઘર, સ્વિમીંગ પુલ અને હોલ માટે શું આવ્યુ નવું

કેન્દ્ર સરકારની નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરી દેવામાં આવી છે. 1 થી 28 ફેબ્રુઆરી સુધી કોરોનાની નવી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેઇનમેન્ટ ઝોન બહાર તમામ છુટછાટ મળશે. સ્વિમિંગ પુલ તમામ લોકો માટે ખુલ્લા રાખી શકાશે. સાથે સાથે સામાજિક, ધાર્મિક કાર્યક્રમો માટે હાલની ગાઇડલાઇન યથાવત્ રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી કોરોના માર્ગદર્શીકા વાંચવા માટે આહીં કરો ક્લિક -MHAorderdt_27012021_compressed
Cinema halls and theatres have already been permitted upto 50% of seating capacity. Now they will be permitted to operate at higher seating capacity, for which a revised SOP will be issued by Ministry of Information & Broadcasting: Union Home Ministry
— ANI (@ANI) January 27, 2021
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી કોરોના માર્ગદર્શીકા વાંચવા માટે આહીં કરો ક્લિક - MHAorderdt_27012021_compressed
પ્રસંગો માટેનાં હોલ ક્ષમતાનાં 50 ટકા અથવા વધુમાં વધુ 200ને મંજૂરી આપવામાં આવી છે. તદઉપરાંત સિનેમા ઘરોમાં 50% થી વધુની મંજૂરી અપાશે. એટલે કે લાંબા સમયથી બંધ સિનેમા ઘરો પણ હવે ખુલશે. જો કે, આ મામલે માહિતી અને પ્રસારણ વિભાગ SOP જાહેર કરશે. તો પ્રદર્શન હોલ અંગેની SOP વાણિજ્ય મંત્રાલય બહાર પાડશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ -
દેશ - દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…