Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો, દેશમાં સતત 8મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર

ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો, દેશમાં સતત 8મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર

Mantavya News 1 month ago

Crude Oil Below 100 Dollars: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (Crude Oil) ના ભાવમાં સતત નરમાઈ જોવા મળી રહી છે, જેના કારણે ભારતમાં સામાન્ય જનતાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 100 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યું છે. આ સ્થિતિને પગલે દેશની સરકારી તેલ કંપનીઓએ આજે સતત આઠમા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

કેમ ઘટી રહ્યા છે Crude Oil ના ભાવ?

ઊર્જા બજારના નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલી શાંતિ મંત્રણાના હકારાત્મક સંકેતોને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પર દબાણ જોવા મળ્યું છે. તેના પરિણામે વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ (Brent Crude Oil) નો ભાવ પ્રતિ બેરલ લગભગ 95 ડોલરની આસપાસ સ્થિર રહ્યો છે, જે ટ્રેડિંગ દરમિયાન 94.71 ડોલરની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ, અમેરિકન ક્રૂડ ઓઇલ (WTI) પણ 91.83 ડોલર પ્રતિ બેરલ આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. જો કે, નિષ્ણાતો માને છે કે જો ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં કોઈ નવો તણાવ ઊભો થશે, તો ભાવો ફરી વધી શકે છે.

મે મહિનામાં ઝીંકાયો હતો 8% નો ભાવવધારો

ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે 25 મેના રોજ ઇંધણના ભાવ બદલ્યા હતા. મે મહિનાના બીજા ભાગમાં જ તેલ કંપનીઓ દ્વારા 4 વખત ભાવ વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 8 ટકાનો મોટો ઉછાળો નોંધાયો હતો. જો કે, છેલ્લા 8 દિવસથી ગ્રાહકોને કોઈ નવા ભાવવધારાનો સામનો કરવો પડ્યો નથી.

દેશના મુખ્ય શહેરોમાં આજનો ભાવ (પ્રતિ લિટર):

દિલ્હી: પેટ્રોલ ₹102.12 | ડીઝલ ₹95.20

મુંબઈ: પેટ્રોલ ₹111.21 | ડીઝલ ₹97.83

કોલકાતા: પેટ્રોલ ₹113.51 | ડીઝલ ₹99.02

ચેન્નાઈ: પેટ્રોલ ₹107.77 | ડીઝલ ₹99.55


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati