Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યાથી ખળભળાટ, ગોળી મારી નહેરમાં ફેંક્યો મૃતદેહ

લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યાથી ખળભળાટ, ગોળી મારી નહેરમાં ફેંક્યો મૃતદેહ

Mantavya News 1 week ago

Lucknow news : લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહ (Dhirendra Pratap Singh)ની હત્યા (Murder)નો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આવેલી નહેરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, ધીરેન્દ્ર પ્રતાપ સિંહને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

લખનઉમાં Dhirendra Pratap Singhની હત્યા

ધીરેન્દ્ર પ્રતાપ સિંહની હત્યા તેમની જ ફોર્ચ્યુનર કાર (Fortuner Car)માં કરવામાં આવી હોવાની આશંકા છે. હત્યાબાદ મૃતદેહને કારમાં લઈ જઈ નહેરમાં ફેંકી દેવાયો હતો. નહેરમાંથી મૃતદેહ મળતાં આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. દુબગ્ગા પોલીસ સ્ટેશન (Dubagga Police Station) નજીક નહેરમાંથી ધીરેન્દ્ર પ્રતાપ સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ (Police)એ મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતદેહ પર ગોળી વાગ્યાના નિશાન મળ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ મોતનું ચોક્કસ કારણ અને ગોળી ક્યાંથી ચલાવવામાં આવી હતી તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

જમીન વિવાદમાં હત્યાની આશંકા

પોલીસની પ્રાથમિક તપાસમાં જમીન વિવાદ (Land Dispute) હત્યા પાછળનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધીરેન્દ્ર પ્રતાપ સિંહના જમીન સંબંધિત કોઈ વિવાદ હતા કે કેમ અને આ વિવાદને કારણે કોઈ વ્યક્તિએ હત્યાનું કાવતરું રચ્યું હતું કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. પોલીસ તમામ સંભવિત પાસાં તપાસી રહી છે. આ કેસમાં ધીરેન્દ્ર પ્રતાપ સિંહનો ડ્રાઈવર (Driver) પણ પોલીસની શંકાના દાયરામાં હોવાનું સામે આવ્યું છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati