Valsad News : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સગીર વયની આદિવાસી યુવતીના અપહરણની ઘટના સામે આવતાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચી છે. એક વિધર્મી યુવક દ્વારા યુવતીને ફસાવીને અપહરણ કરાયું હોવાના આક્ષેપ સાથે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલો 'લવ જેહાદ' ('Love Jihad')નો હોવાનો આક્ષેપ થતા મામલો ગરમાયો છે.
'લવ જેહાદ'('Love Jihad') ના આક્લષેપને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે મામલો હવે રાજકીય સ્તરે પણ ગરમાયો છે.
ઘટનાની ગંભીરતા જોતા વલસાડના સાંસદ ધવલ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ, જિલ્લા પ્રમુખ હેમંતભાઈ સહિત અન્ય આગેવાનો તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. તમામ આગેવાનોએ પોલીસ અધિકારીઓ સાથે સીધો સંપર્ક સાધીને સગીરાને વહેલી તકે શોધી કાઢી પરિવારજનોને સોંપવાની માંગ કરી છે.
સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, "સગીરાને લલચાવી કે ફસાવી અપહરણ કરવું ગંભીર ગુનો છે. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીથાય તે માટે અમે પોલીસ અને તંત્રના સતત સંપર્કમાં છીએ." તેમણે આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી હતી.
લવ જેહાદ' (‘Love Jihad’) ના આક્ષેપ સાથે સાંસદ અને ધારાસભ્યની કડક પ્રતિક્રિયા
આ મામલે 'લવ જેહાદ' (‘Love Jihad’) ના આક્ષેપ સાથે સાંસદ અને ધારાસભ્યએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કોઈપણ સમાજની દીકરી સાથે આવું કાવતરું કરી કરાયેલું કૃત્ય અસ્વીકાર્ય છે અને આવા ગુનાઓ સામે સરકાર તથા પોલીસ તંત્રએ કડક પગલાં લેવા જોઈએ.
સાંસદ ધવલ પટેલે વિપક્ષ અને પોતાને આદિવાસી સમાજના હિતરક્ષક કહેતા કેટલાક નેતાઓની ચુપ્પી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે આદિવાસી દીકરી સાથે અન્યાય થાય છે અથવા નવસારીના દાભેલ જેવી ઘટનાઓ બને છે, ત્યારે આદિવાસી સમાજના 'મસીહા' બનીને ફરતા નેતાઓ મૌન કેમ રહે છે?" તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક નેતાઓ માટે આદિવાસી સમાજ માત્ર વોટબેંકપૂરતો જ સીમિત રહી ગયો છે.
હાલમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને યુવતીની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરી છે. સમગ્ર મામલે આગળની તપાસ અને પોલીસ કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે. અગાઉ પણ રાજ્યમાં લવ જેહાદ' (‘Love Jihad’) ના અનેક બનાવો બન્યા છે. આ પ્રકારના ગુનામાં આરોપીઓને કડક સજાની માંગણી લોકોમાં ઉઠી છે.
ગુજરાતમાં લવ જેહાદને બિલકુલ સ્થાન નથી, ગુનેગારોને પોલીસ કાયદાનું ભાન કરાવશે: હર્ષ સંઘવી

