Supreme Court 10 Points on West Bengal: માલદામાં મતદાર યાદી સુધારણાના કામમાં રોકાયેલા ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની ઘટના પર સુપ્રીમ કોર્ટે લાલઆંખ કરી છે. કોર્ટે આ મામલે CBI કે NIA તપાસના સંકેત આપતા રાજ્યના ઉચ્ચ અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે.
Supreme Courtની 10 આકરી ટિપ્પણીઓ:
સુનિયોજિત કાવતરું અને અદાલતને પડકાર:
કોર્ટે (Supreme Court) કહ્યું કે આ ઘટના ન્યાયિક અધિકારીઓનું મનોબળ તોડવા અને ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવા માટેનું એક 'પૂર્વ આયોજિત અને પ્રોત્સાહિત' કાવતરું હતું.
અધિકારીઓને ડરાવવા અને ધમકાવવા એ માત્ર વ્યક્તિગત હુમલો નથી, પરંતુ તે સીધો સુપ્રીમ કોર્ટના (Supreme Court) અધિકારક્ષેત્રને પડકાર આપવા સમાન છે.
ફરજમાં બેદરકારી અને CJI નો કડક આદેશ
બંગાળ સરકાર અને તેના અધિકારીઓએ પોતાની ફરજ પ્રત્યે ઘોર બેદરકારી દાખવી છે. જાણ હોવા છતાં અધિકારીઓને સુરક્ષિત બહાર કેમ ન કાઢ્યા, તેનો જવાબ આપવો પડશે.
ચીફ જસ્ટિસે કહ્યું કે રાત્રે 11 વાગ્યા સુધી કલેક્ટર ત્યાં હાજર નહોતા. મારે રાત્રે મૌખિક રીતે અત્યંત કઠોર આદેશો આપવા પડ્યા ત્યારે જ તંત્ર જાગ્યું.
ક્રિમિનલ કન્ટેમ્પ અને રાજકીય ભાષા:
કોર્ટે ચેતવણી આપી છે કે ન્યાયિક અધિકારીઓના કામમાં અવરોધ લાવવો અને તેમને ડરાવવા એ ‘ક્રિમિનલ કન્ટેમ્પ’ (અદાલતની અવમાનના) ના દાયરામાં આવે છે.
કોર્ટે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે, “દુર્ભાગ્યવશ તમારા રાજ્યમાં દરેક વ્યક્તિ રાજકીય ભાષા બોલે છે અને આ સૌથી વધુ ધ્રુવીકરણ ધરાવતું રાજ્ય બની ગયું છે.”
મોડી રાત સુધી મોનિટરિંગ અને કેન્દ્રીય દળોની સુરક્ષા:
ચીફ જસ્ટિસે એડવોકેટ જનરલને કહ્યું, “અમને ખબર છે કે તોફાની તત્વો કોણ છે, હું પોતે રાત્રે 2 વાગ્યા સુધી તમામ ગતિવિધિઓનું મોનિટરિંગ કરી રહ્યો હતો.”ન્યાયિક અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોર્ટે તાત્કાલિક કેન્દ્રીય સશસ્ત્ર દળો (Central Forces) ને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.
નેતાઓને અપીલ અને CBI/NIA તપાસ:
કોર્ટે (Supreme Court) કહ્યું કે આ પક્ષપાતનો વિષય નથી, તમામ રાજકીય નેતાઓએ એકજૂથ થઈને આ ઘટનાની નિંદા કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે CBI અથવા NIA પાસે તપાસ કરાવવાની અને તેનો પ્રારંભિક અહેવાલ કોર્ટમાં રજૂ કરવાની સૂચના આપી છે.

