Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોહન ભાગવતના નિવેદન પર મુમતાઝ પટેલનો સવાલ: 'પહેલા ગુજરાતમાં લાગુ કરીને બતાવો'

મોહન ભાગવતના નિવેદન પર મુમતાઝ પટેલનો સવાલ: 'પહેલા ગુજરાતમાં લાગુ કરીને બતાવો'

Mantavya News 2 weeks ago

Gujarat News: RSSના વડા મોહન ભાગવતે ન્યૂયોર્કમાં હિન્દુત્વ અને ભારતના મુસ્લિમો અંગે કરેલા નિવેદનને લઈને કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે (Mumtaz Patel) સવાલો ઉઠાવ્યા છે. મુમતાઝ પટેલે દાવો કર્યો કે વિદેશમાં ભારતની સર્વસમાવેશક પરંપરાની વાત કરવાને બદલે દેશમાં પણ તેનો અનુભવ થવો જોઈએ. તેમણે પોતાના પરિવારને ગુજરાતમાં ભાડાનું મકાન લેવામાં પડતી મુશ્કેલીનો ઉલ્લેખ કર્યો હતો.

ન્યૂયોર્કમાં શું બોલ્યા હતા મોહન ભાગવત?

ન્યૂયોર્કમાંએક કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે વિવિધ સમુદાયોના લોકો સાથે થયેલી વાતચીતનો (Mohan Bhagwat Statement) ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેટલાક મુસ્લિમોએ RSSના 'હિન્દુ રાષ્ટ્ર'ના વિચારને લઈને સવાલ કર્યો હતો અને પૂછ્યું હતું કે શું તેનો અર્થ મુસ્લિમોને દેશમાંથી બહાર કાઢવાનો છે. ભાગવતે જવાબ આપ્યો હોવાનું જણાવાયું કે હિન્દુત્વનો અર્થ એવો નથી. તેમના જણાવ્યા પ્રમાણે, જો કોઈ હિન્દુ એવું માને કે ભારતમાં મુસ્લિમો ન હોવા જોઈએ તો તે હિન્દુત્વની ભાવનાને સમજતો નથી.

Mumtaz Patel: 'ધર્મ અલગ હોઈ શકે, માનવતા એક'

મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે લોકો અલગ-અલગ ધર્મ પાળી શકે છે, પરંતુ માનવતા એક છે. તેમણે ભારતની પરંપરાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દેશે વિવિધ ધાર્મિક સમુદાયોને આશ્રય આપ્યો છે. આ નિવેદન બાદ ભારતમાં પણ રાજકીય ચર્ચા શરૂ થઈ છે.

મુમતાઝ પટેલે ઉઠાવ્યો ઘરનો મુદ્દો

કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે મોહન ભાગવતના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ભારતમાં મુસ્લિમોને ભાડાનું ઘર મેળવવામાં પડતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે પોતાને ભારતીય મુસ્લિમ ગણાવતા કહ્યું કે દેશમાં આજે પણ મુસ્લિમ પરિવાર માટે કેટલીક જગ્યાએ ઘર શોધવું પડકારજનક છે. આ સંદર્ભમાં તેમણે પોતાના પરિવારના અનુભવનો પણ ઉલ્લેખ કર્યો.

'ગુજરાત આવો, વાસ્તવિકતા જુઓ'

મુમતાઝ પટેલે કહ્યું કે તેમના પરિવારને ગુજરાતમાંછેલ્લા કેટલાક સમયથી ભાડાના કરારને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનો દાવો છે કે મિલકત હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં હોવાથી ભાડાનો કરાર કરવામાં મુશ્કેલી આવી રહી છે. તેમણે મોહન ભાગવતને સંબોધીને કહ્યું કે દેશની વાસ્તવિક સ્થિતિ સમજવી હોય તો ગુજરાતમાં આવીને આ પ્રકારના પ્રશ્નોનો અનુભવ કરવો જોઈએ.

મુમતાઝ પટેલે કહ્યું કે લઘુમતી સહિત દરેક નાગરિકને ભારત પોતાનું ઘર છે તેવો વિશ્વાસ મળવો જરૂરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, જો દેશમાં દરેક વ્યક્તિને સમાનતાનો અનુભવ થાય અને બહુમતી-લઘુમતીના ભેદ વગર સૌને ભારતીય તરીકે જોવામાં આવે તો તેઓ આવા પ્રયાસનું સ્વાગત કરશે.

મોહન ભાગવતના ન્યૂયોર્કમાં આપેલા નિવેદન અને તેના પર મુમતાઝ પટેલની પ્રતિક્રિયા બાદ દેશમાં હિન્દુત્વ, લઘુમતી અધિકારો અને સામાજિક સમાનતા જેવા મુદ્દાઓ પર રાજકીય ચર્ચા વધુ તેજ થવાની શક્યતા છે. મુમતાઝ પટેલે પોતાના પરિવારના અનુભવને આધાર બનાવી સવાલ ઉઠાવ્યો છે, જ્યારે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં ભારતની વિવિધતા અને તમામ ધર્મો પ્રત્યે માનવતાની ભાવનાની વાત કરી હતી.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati