Maharashtra News: પનીર વેચાણ અને ઉત્પાદન સાથે જોડાયેલા વેપારીઓ માટે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એનાલોગ પનીર (Analog Paneer Ban) અથવા નોન-ડેરી પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
સરકાર અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એનાલોગ ચીઝને અસલી ડેરી પનીર તરીકે વેચવું ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારી પ્રવૃત્તિ ગણાશે અને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
એનાલોગ પનીરની સમગ્ર સપ્લાય ચેઇન પર રોક
મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા આદેશ મુજબ, રાજ્યમાં હવે એનાલોગ અથવા નોન-ડેરી ચીઝના ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ, સંગ્રહ, પરિવહન,હોલસેલ અને રિટેલ વેચાણ અને વેચાણ માટે રજૂઆત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ રહેશે.આ નિર્ણયથી એનાલોગ પનીર (Analog Paneer Ban) સાથે જોડાયેલી સમગ્ર સપ્લાય ચેઇનને અસર થશે.
અસલી પનીરના નામે વેચાણ કરશો તો કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા એનાલોગ ચીઝને અસલી ડેરી પનીર (Analog Paneer Ban) તરીકે વેચશે તો તેને ગ્રાહકો સાથે છેતરપિંડીગણવામાં આવશે.આ પ્રકારની પ્રવૃત્તિ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ અન્યાયી વેપાર પ્રથા માનવામાં આવશે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
નિયમ તોડનારાઓને જેલ અને દંડની જોગવાઈ
સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફૂડ સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ગુનાની ગંભીરતા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને 6 મહિના સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.જો અસુરક્ષિત ખોરાકના સેવનથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો કાયદા હેઠળ આજીવન કેદ અને ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ પણ છે.
Analog Paneer Ban: 30 જુલાઈએ જાહેર થયો આદેશ
ફૂડ સેફ્ટી કમિશનર તુકારામ મુંડે (Food Safety Commissioner Tukaram Munde) દ્વારા 30 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલા આદેશમાં રાજ્યમાં એનાલોગ ચીઝ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધની માહિતી આપવામાં આવી હતી. આ આદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં આવા ઉત્પાદનોના વેચાણ અને વિતરણ પર નજર રાખવામાં આવશે.
Tukaram Mundheવિધાનસભામાં પણ ઉઠ્યો હતો મુદ્દો
એનાલોગ ચીઝનો મુદ્દો અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ ચર્ચાયો હતો. ધારાસભ્યોએ આવા ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.હવે રાજ્ય સરકારે ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ દિશામાં કડક નિર્ણય લીધો છે.
ગ્રાહકોના આરોગ્ય માટે સરકારનો મોટો નિર્ણય
મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય બાદ હવે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા અંગે વધુ કડકાઈ જોવા મળી શકે છે.એનાલોગ પનીર (Analog Paneer Ban)ને અસલી પનીરના નામે વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

