Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ફોર્બ્સ ઈન્ડિયા શોસ્ટોપર્સ 2026 યાદીમાં અલ્લુ અર્જુનનો દબદબો; રામ ચરણ સહિત દેશના 100 દિગ્ગજોએ મેળવ્યું સ્થાન

ફોર્બ્સ ઈન્ડિયા શોસ્ટોપર્સ 2026 યાદીમાં અલ્લુ અર્જુનનો દબદબો; રામ ચરણ સહિત દેશના 100 દિગ્ગજોએ મેળવ્યું સ્થાન

Mantavya News 2 weeks ago

Entertainment News : દક્ષિણ ભારતીય સિનેમાના આઇકોનિક સ્ટાર અને નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા અલ્લુ અર્જુને (Allu Arjun) વધુ એક વૈશ્વિક સિદ્ધિ પોતાના નામે કરી છે. પ્રતિષ્ઠિત મેગેઝિન 'ફોર્બ્સ ઈન્ડિયા' (Forbes India)દ્વારા જાહેર કરવામાં આવેલી 'ટોપ 100 શોસ્ટોપર્સ 2026 ની યાદીના કવર પેજ પર અલ્લુ અર્જુને સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી તેમની સાથે ગ્લોબલ સ્ટાર રામ ચરણ (Ram Charan)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

‘પુષ્પા 2’ ની અભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય સફળતા બાદ અલ્લુ અર્જુનની લોકપ્રિયતામાં મોટો ઉછાળો આવ્યો છે, જેને હવે ફોર્બ્સ દ્વારા પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.

Allu Arjun : મનોરંજન-રમતગમત ક્ષેત્રના દિગ્ગજો સામેલ

ફોર્બ્સ ઈન્ડિયાની આ પ્રતિષ્ઠિત યાદીમાં મનોરંજન, સંગીત અને રમતગમત જગતના 100 ચર્ચિત ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ‘સૈયારા’ ફેમ એક્ટ્રેસ અનીત પડ્ડા અને બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો પણ સમાવેશ થાય છે. આ સિવાયભારતીય સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન, આમીર ખાન, રજનીકાંત, મમ્મુટી, મોહનલાલ, અક્ષય કુમાર, રણવીર સિંહ, વિકી કૌશલ, દિલજીત દોસાંઝ અને ક્રિકેટર સ્મૃતિ મંધાના જેવા સુપરસ્ટાર્સ આ લિસ્ટમાં ચમક્યા છે.

એટલીની ફિલ્મ ‘રાકા’ માં જોવા મળશે અલ્લુ અર્જુન

ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કલેક્શન કરીને ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે ચાહકો તેમની આગામી ફિલ્મ ‘રાકા’ ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પ્રખ્યાત નિર્દેશક એટલીના ડિરેક્શનમાંબની રહેલી આ હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati