Rajkot News: રાજકોટ શહેરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. 12 વર્ષની સગીરા (Rajkot Minor Girl Case) સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ પાડોશમાં રહેતા 17 વર્ષીય કિશોર પર લાગ્યો છે. ઘટનાને લઈને સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કિશોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
એકલતાનો લાભ લઈ ગુનો આચર્યો હોવાનો આરોપ
પ્રાથમિક માહિતી અનુસાર, સગીરા ઘરમાં એકલી હતી ત્યારે પાડોશમાં રહેતા કિશોરે તેની એકલતાનો લાભ લીધો હતો. ફરિયાદ મુજબ, આ દરમિયાન સગીરા સાથે દુષ્કર્મઆચરવામાં આવ્યું હોવાનો આરોપ છે.
Rajkot Minor Girl Case:જાનથી મારી નાખવાની ધમકીનો પણ આક્ષેપ
ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘટના બાદ આરોપીએ સગીરા ((Rajkot Minor Girl Case))ને કોઈને વાત કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સગીરાએ પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
માતાએ નોંધાવી ફરિયાદ
ઘટનાની જાણ થતાં જ સગીરા ((Rajkot Minor Girl Case))ની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સંબંધિત કલમો તેમજ POCSOઅધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આરોપીને જુવેનાઇલ બોર્ડ સમક્ષ રજૂ કરાશે
આરોપી 17 વર્ષનો કિશોર હોવાથી કાયદાકીય પ્રક્રિયા મુજબ તેને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

