Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટમાં કરોડોની જમીન પર લેન્ડ ગ્રેબિંગનો કેસ: ભાજપ આગેવાન સહિત 6 સામે ગુનો નોંધાયો

રાજકોટમાં કરોડોની જમીન પર લેન્ડ ગ્રેબિંગનો કેસ: ભાજપ આગેવાન સહિત 6 સામે ગુનો નોંધાયો

Mantavya News 1 week ago

Rajkot News: રાજકોટના મવડી રોડ પર આવેલી અલ્કા સોસાયટીમાં રહેતા અને મૂળ વેરાવળના વતની ખેડૂત હિમાંશુભાઈ કમલેશભાઈ કોરાટની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદે કબજો (Rajkot Land Grabbing Case) જમાવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ કેસમાં પરિવારના જ 6 સભ્યો સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

ગેરકાયદે કબજો (Rajkot Land Grabbing Case) અને લાખોની કમાણીના આરોપ

ફરિયાદ મુજબ આરોપીઓએ માત્ર જમીન પર કબજો (Rajkot Land Grabbing Case) જ કર્યો નહોતો, પરંતુ ત્યાં ગેરકાયદે બાંધકામ કરીને તેનો આર્થિક લાભ પણ લીધો હતો. ખેડૂતની જમીન પર બનાવાયેલા ઓરડાઓ શ્રમિકોને ભાડે આપીને લાખો રૂપિયાની આવક મેળવાતી હોવાનો આરોપ છે.

આ સાથે ખેડૂતના ખેતી માટેના પાણીના બોર પર પણ બળજબરીથી કબજો (Rajkot Land Grabbing Case) મેળવી લેવાયો હતો. બોરના પાણીના ગેરકાયદે ટેન્કરો ભરીને શાપર ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં વેચાણ કરવામાં આવતું હતું, જેમાંથી દર મહિને હજારો રૂપિયાની ગેરકાયદેસર આવક થતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ભાજપ સાથે જોડાયેલા નામોની ચર્ચા

આ કેસમાં હિતેશભાઈ વાલજીભાઈ કોરાટ સહિત કુલ 6 લોકોના નામ સામે આવ્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓમાંથી કેટલાક લોકો ભાજપ (BJP) સાથે સંકળાયેલા છે. હિતેશ કોરાટના પિતા ભાજપના અગ્રણી રહી ચૂક્યા હોવાનું તથા હાલ તેમના પરિવારના સભ્યો સ્થાનિક રાજકીય પદ પર હોવાની ચર્ચા ચાલી રહી છે.જોકે, આ મામલે કોઈ રાજકીય પક્ષ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

ધમકીઓ અને પથ્થરમારાના આરોપ

ખેડૂત હિમાંશુભાઈએ ફરિયાદમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઓ પોતાની જમીન (Rajkot Land Grabbing Case) પર જતા અથવા પોતાનો કાયદેસર હક માંગતા ત્યારે આરોપીઓ દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવતી હતી. કેટલાક પ્રસંગોમાં પથ્થરમારો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભગાડી દેવાના પણ આરોપ છે.ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જમીનની કાયદેસરની પ્રક્રિયા અટકાવવા માટે ખોટા સોગંદનામા રજૂ કરવામાં આવ્યા હતા.

વિજિલન્સ તપાસમાં ખુલાસા

આ સમગ્ર મામલે થયેલી વિજિલન્સ તપાસ દરમિયાન ગેરકાયદે વીજ કનેક્શન અને વીજચોરીનો મુદ્દો પણ સામે આવ્યો હતો. PGVCL દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી કરીને દંડ પણ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કોર્ટના આદેશ બાદ નોંધાયો ગુનો

ખેડૂતે અગાઉ જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવા અરજી કરી હતી, પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતે કોર્ટમાં અરજી કરતા રાજકોટ સેશન્સ કોર્ટે (Rajkot Sessions Court) સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો.કોર્ટના આદેશ બાદ શાપર-વેરાવળ પોલીસે તમામ આરોપીઓ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati