Dailyhunt
રાજકોટના ગોંડલ રોડ પર ઈકો અને સ્કોર્પિયો વચ્ચે ભયાનક અકસ્માત, 2ના મોત

રાજકોટના ગોંડલ રોડ પર ઈકો અને સ્કોર્પિયો વચ્ચે ભયાનક અકસ્માત, 2ના મોત

Mantavya News 1 week ago

Rajkot Gondal Road Accident: રાજકોટના ગોંડલ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટાટાના શોરૂમ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર અને એક ઈકો કાર વચ્ચે જોરદાર અકસ્માતસર્જાયો હતો. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ઈકો ગાડીમાં સવાર પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Rajkot : લૌકિક પ્રસંગ પતાવી ઘરે જઈ રહ્યો હતો પરિવાર

મળતી માહિતી મુજબ, ઈકો ગાડીમાં સવાર પરિવાર કોઈ લૌકિક પ્રસંગ પતાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ગોંડલરોડ પર ટાટાના શોરૂમ પાસે પહોંચતા જ સામેથી આવતી બેફામ સ્કોર્પિયો કાર કાળ બનીને ત્રાટકી હતી. ધડાકાભેર થયેલા આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati