Monday, 21 Sep, 9.52 am Mantavya News

હોમ
રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, જાણો ક્યા કેટલો નોંધાયો વરસાદ

રાજ્યનાં 162 તાલુકાઓમાં અમીવર્ષા થઇ છે. છેલ્લા 24 કલાકમાં કેટલાંક તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. બે તાલુકાઓમાં 3 થી 4 ઈંચ, એક તાલુકામાં 2 થી 3 ઈંચ, 25 તાલુકાઓમાં 1 થી 2 ઈંચ અને 134 તાલુકાઓ 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

અમદાવાદ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં 1 ઇંચ વરસાદ ખાબકયો હતો. સાણંદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, વળી ધોલેરા-વિરમગામમાં 1.5 - 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદનાં ઘણા વિસ્તારોમાં મધરાતે વરસાદી ઝાપટા પડ્યા હતા.

રાજકોટની વાત કરીએ તો અહી મોડી રાત્રે મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. શહેરનાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અહી ઉત્તર, મધ્ય અને સેન્ટ્રોલ ઝોનમાં વરસાદ જોવા મળ્યો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનુ પણ સામે આવ્યુ હતુ.

અમરેલી જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. અહી બાબરા,બગસરા,ખાંભા,વડિયા સહિતનાં ગામોમાં વિજળીનાં કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો. સતત વરસાદનાં કારણે ખેડૂતની ચિંતામાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો હતો.

ભુજ તાલુકામાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ નોંધાયો હતો. મોટા રેહા ગામમાં રાત્રે જોરદાર વરસાદ પડ્યો હતો. તાલુકામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડવાથતી ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે. અહી પણ નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

જૂનાગઢ પંથકમાં મેઘાની જમાવટ જોવા મળી હતી. જૂનાગઢનાં માણાવદરમાં મેઘાનું જોર યથાવત છે. માણાવદરમાં રાત્રે માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ભેસાણમાં 1.5 ઇંચ વરસાદથી પાણી ભરાઇ ગયા હતા, જ્યારે કેશોદ-વંથલીમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. અહી ઉમરાળામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ તો ઘોઘામાં 1.5 ઇંચ વરસાદ ખાબકયો છે. 24 કલાકમાં વલ્લભીપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં 24 કલાકમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મ ળી હતી. અહી વાંકાનેરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે હળવદમાં 1.5 ઇંચ અને ટંકારા-મોરબીમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો હતો

આપને જણાવી દઇએ કે, રાજયમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી આગાહી છે. આ સિવાય તાપી, ડાંગ, સુરત અને નવસારી, ભરૂચ, રાજકોટ, કચ્છમાં પણ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

જાણો ક્યા કેટલો નોંધાયો વરસાદ

બગસરા 4 ઇંચ

લાઠી 3 ઇંચ

બાબરા 1.5 ઇંચ

અમરેલી 1 ઇંચ

માણાવદર 3 ઇંચ

ભેસાણ 1.5 ઇંચ

કેશોદ 1 ઇંચ

વંથલી 1 ઇંચ

જેતપુર 1.5 ઇંચ

જામકંડોરણા 1 ઇંચ

વિંછીયા 1 ઇંચ

કોટડાસાંગાણી 1 ઇંચ

ઉમરાળા 2 ઇંચ

ઘોઘા 1.5 ઇંચ

વલ્લભીપુર 1 ઇંચ

ભાવનગર 1 ઇંચ

હળવદ 1.5 ઇંચ

વાંકાનેર 1.5 ઇંચ

ટંકારા 1 ઇંચ

મોરબી 1 ઇંચ

ધાંગધ્રા 1.5 ઇંચ

લખતર 1 ઇંચ

ચોટીલા 1 ઇંચ

મૂળી 1 ઇંચ

સાણંદ 2 ઇંચ

ધોલેરા 1.5 ઇંચ

વિરમગામ 1.5 ઇંચ

અમદાવાદ 1 ઇંચ

વિજાપુર 1.5 ઇંચ

સતલાસણા 1 ઇંચ

ઉંઝા 1 ઇંચ

ખેરાલુ 1 ઇંચ

સમી 1.5 ઇંચ

શંખેશ્વર 1 ઇંચ

સિદ્ધપુર 1 ઇંચ

ગઢડા 1 ઇંચ

ધાનેરા 1.5 ઇંચ

વડગામ 1 ઇંચ

થરાદ 1 ઇંચ

ખેડબ્રહ્મા 1 ઇંચ


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati
Top