Mantavya News

298k Followers

શું તમેં જાણો છો, દેશમાં કેટલા પ્રકારની કોર્ટ હોય છે? ક્યાં પ્રકારનાં કેસ કઈ પ્રકારની કોર્ટમાં ચાલે છે?

19 Jan 2021.8:31 PM

સ્પેશિયલ સ્ટોરી…@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

130 કરોડનાં ભારતમાં ભાગ્યે જ એવા સામાન્ય લોકો મળી આવશે જેને દેશમાં કેટલી કોર્ટ હોય છે અને કયા પ્રકારનાં કોર્ટ કઇ પ્રકારની કોર્ટમાં દાખલ કરવા કે ચલાવવામાં આવે છે તેની જાણ હશે. કાયદો અને કોર્ટ – કચેરી સામાન્ય માણસ માટે હંમેશા જટિલતાનો વિષય રહ્યો છે. કદાચ પ્રોપર માહિતીનો અભાવ આના માટે કારણ ભૂત છે. અને માટે અમે આપને આ જટિલ માહિતીથી માહિતગાર કરી આપની અનેક સમસ્યા ઉકેલવાનો એક સરળ પ્રયાસ કર્યો છે. તો આવો આજે અહીં જાણીએ કે દેશમાં કેટલા પ્રકારની કોર્ટ આવેલી છે અને તેમાં ક્યાં પ્રકારના કેસો ચાલતા હોય છે ?

અને આ વિવિધ કોર્ટની તેમની સત્તા અને મર્યાદા શું હોય છે ?

દેશમાં મુખ્યત્વે 5 પ્રકારની મુખ્ય કોર્ટ હોય છે, મેટ્રોપોલિટન કોર્ટમાં તો આટલી વિભાગીય કોર્ટ પણ હોય છે….

( 1 ) મેટ્રોપોલિટન કોર્ટ

જે શહેરની વસ્તી 10 લાખ કે તેનાથી વધારેની હોય તેવા શહેરોમાં મેટ્રોપોલિટન કોર્ટની સ્થાપના કરવામાં આવે છે. તેમાં જે મેજિસ્ટ્રેટની નિમણુંક કરાતી હોય છે તે હાઇકોર્ટના હુકમથી થતી હોય છે. તેમાં સાત વર્ષ સુધીની સજાને લાગતા ક્રિમિનલ કેસો ચાલતા હોય છે. ભારતમાં ચાર મોટા શહેરોમાં ( અમદાવાદ, મુંબઈ, દિલ્લી, અને બેંગ્લોર ) મેટ્રોપોલિટન કોર્ટ આવેલી છે.

મેટ્રોપોલિટન કોર્ટની અંદર પણ ત્રણ પ્રકારની કોર્ટ આવેલી હોય છે.

( અ ) ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ

આ કોર્ટની પાસે સાત વર્ષ સુધીના ક્રિમિનલ કેસોની સજા સંભળાવવાની સત્તા હોય છે. અને સાત વર્ષ સુધીના કેસોમાં આરોપીને જામીન આપવા કે ન આપવાનો હક્ક આ કોર્ટ ને પ્રાપ્ત થયેલો છે. એટલું જ નહીં જયારે એક કરતા વધારે મેજિસ્ટ્રેટની નિમણુંક કરવામાં આવી હોય ત્યારે તેવા મેજીસ્ટ્રેટને એડિશનલ મેજિસ્ટ્રેટ નો દરજ્જો પણ મળતો હોય છે. અને તેમની જોડે પણ સાત વર્ષ સુધીની સજા સંભળાવવાની સત્તા હોય છે. આ કોર્ટને દંડની રકમ કેટલી ફટકારવી તેના પાર કોઈ મર્યાદા નથી. માટે ગમે તેટલું દંડ ફટકારી શકે છે.

( બ ) જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ ( JMFC ) ની કોર્ટ

આ કોર્ટની પાસે ત્રણ વર્ષ સુધીના ક્રિમિનલ કેસોની સજા સંભળાવવાની સત્તા હોય છે. અને દંડની રકમ 10 હજાર સુધીની ફટકારી શકે છે. JMFC ની નિમણુંક હાઇકોર્ટના હુકમ મુજબ કરવામાં આવતી હોય છે.

( ક ) જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકેંડ ક્લાસ ( JMSC ) ની કોર્ટ

આ કોર્ટની પાસે એક વર્ષ સુધીના ક્રિમિનલ કેસોની સજા સંભળાવવાની સત્તા હોય છે. અને દંડની રકમ 05 હજાર સુધીની ફટકારી શકે છે. JMSC ની નિમણુંક હાઇકોર્ટના હુકમ મુજબ કરવામાં આવતી હોય છે.

( 2 ) ડીસ્ટ્રીકટ કોર્ટ

તાલુકા , અને જિલ્લા ની વસ્તી દીઠ ડીસ્ટ્રીકટ કોર્ટની સ્થાપના કરવામાં આવતી હોય છે. આ કોર્ટમાં સિવિલ અને ક્રિમિનલ કેસો ચાલતા હોય છે. ડીસ્ટ્રીકટ જજ ની નિમણુંક હાઇકોર્ટના હુકમ મુજબ કરવામાં આવતી હોય છે. તેમજ એક પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ ( સિનિયર જજ ) ની પણ નિમણુંક હાઇકોર્ટના હુકમ મુજબ કરવામાં આવતી હોય છે. આ કોર્ટ પાસે આજીવન કેદ સુધીની સજા સંભળાવવાની સત્તા અને દંડ ની રકમ ગમે તેટલી પણ ફટકારી શકે છે. ડીસ્ટ્રીકટ કોર્ટ ની સત્તા મેટ્રોપોલિટન કોર્ટ કરતા વધારે હોવાથી તેને ઉપલી કોર્ટ પણ કહી શકાય છે. આ કોર્ટમાં ઘરેલુ હિંસા ના કેસો પણ ચાલતા હોય છે. તેમજ લેબર ના કેસ , ઇલેક્ટ્રિક સીટીના કેસ , અકસ્માતના કેસ સહિતના કેસો પણ ચાલતા હોય છે.

( 3 ) સેશન્સ કોર્ટ

મોટા શહેરોમાં સેશન્સ કોર્ટની સ્થાપના કરવામાં આવતી હોય છે. મેટ્રોપોલિટન કોર્ટ થી વધારેની સત્તા સેશન્સ કોર્ટને મળેલી છે માટે તેને ઉપલી કોર્ટ પણ કહી શકાય છે. આ કોર્ટમાં સિવિલ અને ક્રિમિનલ કેસો ચાલતા હોય છે. સેશન્સ જજની નિમણુંક હાઇકોર્ટના હુકમ મુજબ કરવામાં આવતી હોય છે. તેમજ એક પ્રિન્સિપાલ સેશન્સ જજ ની પણ નિમણુંક હાઇકોર્ટના હુકમ મુજબ કરવામાં આવતી હોય છે. આ કોર્ટ પાસે આજીવન કેદની સજા સંભળાવવાની સત્તા અને દંડની રકમ ગમે તેટલી પણ ફટકારી શકે છે. આ કોર્ટમાં ઘરેલુ હિંસા ના કેસો પણ ચાલતા હોય છે. તેમજ લેબર ના કેસ , ઇલેક્ટ્રિક સીટીના કેસ , અકસ્માતના કેસ સહિતના કેસો પણ ચાલતા હોય છે.

( 4 ) હાઇકોર્ટ

દરેક રાજ્યમાં એક હાઇકોર્ટની સ્થાપના કરવામાં આવતી હોય છે. જેમાં દરેક જિલ્લાના સિવિલ, કર્મિનલ તેમજ બંધારણ ને લાગતા કેસો ચાલતા હોય છે. હાઇકોર્ટ પાસે વિશેષ સત્તા બંધારણ પાસેથી મળેલી છે. જેથી નીચલી કોર્ટના ચુકાદાને ફેરવવા તેમજ તેને માન્ય રાખવાનો હક્ક પણ મળેલો છે.એટલું જ નહિ , હાઇકોર્ટ ધારે એટલી સજા સંભળાવવી શકે છે. હાઇકોર્ટને ફાંસીની સજા સંભળાવવા સુધીનો હક્ક મળેલ છે. તેમજ દંડની રકમ ઉપર જે પણ નિર્ણય લેવો તે હાઇકોર્ટ લઇ શકે છે. બંધારણે આપેલી પાંચ રિટો અનુસાર જે તે વ્યક્તિ હાઇકોર્ટમાં અરજી કરીને પોતાનો હક્ક અને અધિકાર મેળવી શકે છે તેમજ તે હક્ક અને અધિકાર ને નુકશાન થતું હોય તેને તેવું બનતા અટકાવી પણ શકે છે. તેથી હાઇકોર્ટને સેશન્સ કોર્ટની ઉપલી કોર્ટ માનવામાં આવે છે.

આ ઉપરાંત હાઇકોર્ટમાં સિંગલ જજ , ડબલ જજની બેન્ચ પણ બેસતી હોય છે. જેમાં રાજ્યના ખુબ જ મહત્વના અને ગંભીર માનવામાં આવતા કેસો ચાલતા હોય છે. હાઇકોર્ટના જજ ની નિમણુંક સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ થતી હોય છે. તેમાં પણ ચીફ જસ્ટિસ ની નિમણુંક થતી હોય છે. જે હાઇકોર્ટના અન્ય જસ્ટિસ કરતા ઉચ્ચ માનવામાં આવતા હોય છે.

( 5 ) સુપ્રીમ કોર્ટ

લોકશાહી દેશમાં માત્ર ને માત્ર એક જ સુપ્રીમ કોર્ટ આવેલી હોય છે. આપણા દેશમાં દિલ્લી શહેરમાં સુપ્રીમ કોર્ટ આવેલી છે જેમાં દરેક રાજ્યના સિવિલ, કર્મિનલ તેમજ બંધારણ ને લાગતા કેસો ચાલતા હોય છે. સુપ્રીમકોર્ટ પાસે વિશેષ સત્તા બંધારણ પાસેથી મળેલી છે. જેથી હાઈકોર્ટના ચુકાદાને ફેરવવા તેમજ તેને માન્ય રાખવાનો હક્ક પણ મળેલો છે.સુપ્રીમકોર્ટને ફાંસીની સજા સંભળાવવા કે તેના પર રોક લગાવવા સુધીનો હક્ક મળેલ છે.તેમજ દંડની રકમ ઉપર જે પણ નિર્ણય લેવો તે સુપ્રીમકોર્ટ લઇ શકે છે. બંધારણે આપેલી પાંચ રિટો અનુસાર જે તે વ્યક્તિ સુપ્રીમકોર્ટમાં અરજી કરીને પોતાનો હક્ક અને અધિકાર મેળવી શકે છે તેમજ તે હક્ક અને અધિકાર ને નુકશાન થતું હોય તેને તેવું બનતા અટકાવી પણ શકે છે. તેથી સુપ્રીમકોર્ટને સેશન્સ કોર્ટની ઉપલી કોર્ટ માનવામાં આવે છે.

સુપ્રિમ કોર્ટની બેન્ચની સરળ ભાષામાં સમજ

સુપ્રીમકોર્ટમાં સિંગલ જજ , ડબલ જજની બેન્ચ પણ બેસતી હોય છે. જેમાં દેશના ખુબ જ મહત્વના અને ગંભીર માનવામાં આવતા કેસો ચાલતા હોય છે. સુપ્રીમ કોર્ટના જજ ની નિમણુંક દેશના રાષ્ટ્રપતિના આદેશ મુજબ થતી હોય છે. તેમાં પણ ચીફ જસ્ટિસ ની નિમણુંક થતી હોય છે. જે સુપ્રીમ કોર્ટના અન્ય જસ્ટિસ કરતા ઉચ્ચ માનવામાં આવતા હોય છે. સાથે જ જયારે બંધારણ ને લાગતો મોટો વિવાદ હોય ત્યારે દસ જસ્ટિસ ની બેન્ચ સુનાવણી માટે બેસતી હોય છે. જેને બંધારણ બેન્ચ પણ કહેવામાં આવે છે.

આજના અમારા આ આર્ટિકલથી તમે માહીતગાર થઇ ગયા હશો કે દેશમાં અને રાજ્યમાં કઈ કઈ અને કેવા પ્રકારની કોર્ટ આવેલી છે. અને તે કોર્ટોમાં ક્યાં પ્રકારના કેસો ચાલતા હોય છે. જો એક કોર્ટના ફેંસલાથી તમે નારાજ છો, તો તેની ઉપલી કોર્ટ માં કેવી રીતે જવું? હવો તમને આટલી માહિતીને જાણ્યા બાદ એ પણ ખ્યાલ આવી ગયો હશે કે, નીચલી કોર્ટ કઈ કહેવાય અને ઉપલી કોર્ટ કઈ કહેવાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Mantavya News Gujarati

#Hashtags