Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સ્કોલરશીપના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો આક્ષેપ, 21 વિદ્યાર્થીઓના ખાતામાંથી લાખોની ઉચાપત

સ્કોલરશીપના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો આક્ષેપ, 21 વિદ્યાર્થીઓના ખાતામાંથી લાખોની ઉચાપત

Mantavya News 2 days ago

Junagadh News: શિક્ષણના નામે ચાલતા કથિત કૌભાંડ (SC ST Scholarship Scam)નો પર્દાફાશ થયા બાદ જૂનાગઢ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જોષીપરા વિસ્તારમાં આવેલી 'ગુજરાત એજ્યુકેશન' નામની સંસ્થા સામે તપાસ શરૂ કરવામાં આવી છે અને સંચાલક દર્શન મેસવાણીયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે, SC અને ST વર્ગના વિદ્યાર્થીઓને નિશાન બનાવી સ્કોલરશીપ (SC ST Scholarship Scam) અને ફ્રીશીપ કાર્ડના નામે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે.

વિદ્યાર્થીઓને ક્લાસ વગર પાસ કરાવવાની લાલચ આપ્યાનો આક્ષેપ

મળતી માહિતી મુજબ, જોષીપરાના ગંધારીવાડી વિસ્તારમાં મેરીગોલ્ડ કોમ્પ્લેક્ષમાં આવેલી 'ગુજરાત એજ્યુકેશન'ની ઓફિસમાં વિદ્યાર્થીઓને વિવિધ કોર્સમાં પ્રવેશ અપાવવાના નામે કામગીરી ચાલતી હતી. પોલીસ ફરિયાદ મુજબ, વિદ્યાર્થીઓને MSW, BBA અને ફેશન ડિઝાઈનિંગ જેવા કોર્સમાં ફ્રીશીપ કાર્ડ હેઠળ અભ્યાસ કરવાની વાત કહી લલચાવવામાં આવતા હતા.વિદ્યાર્થીઓને એવું જણાવવામાં આવતું હતું કે તેમને નિયમિત કોલેજ કે ક્લાસમાં જવાની જરૂર નથી અને માત્ર પરીક્ષા આપવાથી અભ્યાસ પૂર્ણ થઈ જશે.

SC ST Scholarship Scam: વિદ્યાર્થીઓના દસ્તાવેજો મેળવ્યાનો આક્ષેપ

પોલીસ તપાસમાં એવો આક્ષેપ સામે આવ્યો છે કે, વિદ્યાર્થીઓ પાસેથી તેમના મહત્વના દસ્તાવેજો જેમ કે,લિવિંગ સર્ટિફિકેટ, ધોરણ 10 અને 12ની માર્કશીટ, કોલેજના દસ્તાવેજો અને આધારકાર્ડ મેળવી લેવામાં આવતા હતા.આ દસ્તાવેજોના આધારે સ્કોલરશીપ (SC ST Scholarship Scam) સંબંધિત પ્રક્રિયા કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.

વિદ્યાર્થીઓના નામે બેંક ખાતા ખોલાવ્યાનો ખુલાસો

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે કેટલાક વિદ્યાર્થીઓના નામે તેમની જાણ બહાર પણ બેંક ખાતા ખોલવામાં આવ્યા હોવાની શંકા છે.ફરિયાદ મુજબ, આરોપી વિદ્યાર્થીઓ પાસેથી આધારકાર્ડ, બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને OTP મેળવી નવા બેંક ખાતા ખોલાવતો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓના નામે Vi અને Airtelના સિમકાર્ડ પણ એક્ટિવ કરાવી બેંક કીટ, પાસબુક અને ATM કાર્ડ પોતાની પાસે રાખી લેતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સ્કોલરશીપની રકમ બારોબાર ઉપાડ્યાનો આક્ષેપ

પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે, વિદ્યાર્થીઓના નામે સ્કોલરશીપ(SC ST Scholarship Scam) ફોર્મ ભરવામાં આવતા હતા. સરકાર તરફથી વિદ્યાર્થીઓના ખાતામાં જમા થતી સ્કોલરશીપ (SC ST Scholarship Scam)ની રકમ આરોપી પોતાના કબજામાં રહેલા ATM કાર્ડ અને બેંક કીટ દ્વારા ઉપાડી લેતો હોવાનો આક્ષેપ છે. તપાસમાં અત્યાર સુધીમાં 21 વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. 24.44 લાખથી વધુ રકમ જમા થયાની માહિતી જેમાંથી આશરે રૂ. 11.03 લાખ ઉપાડી લેવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

દરોડામાં 110 સિમકાર્ડ અને 149 બેંક કીટ મળી

પોલીસે ઓફિસમાં તપાસ કરતા અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી.જેમાં 110 સિમકાર્ડ કવર, 9 એન્ડ્રોઈડ મોબાઈલ, 149 બેંક કીટ, કમ્પ્યુટર, લેપટોપ અને પ્રિન્ટર સહિતનો સામાન કબજે કરવામાં આવ્યો છે.આ ઉપરાંત મોબાઈલના વોટ્સએપ ચેટમાંથી દિલ્હી સ્ટેટ ઓપન સ્કૂલ અને બિહાર બોર્ડ ઓફ ઓપન સ્કૂલિંગની શંકાસ્પદ માર્કશીટો મળી આવી હોવાનું પણ સામે આવ્યું છે.

એડમિશનના નામે છેતરપિંડીનો પણ આક્ષેપ

પોલીસ ફરિયાદ મુજબ, કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી રોકડ અથવા ઓનલાઈન પૈસા લીધા બાદ પણ એડમિશન ન કરાવી છેતરપિંડી કરવામાં આવી હોવાના મામલા સામે આવ્યા છે.હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

દર્શન મેસવાણીયા સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો

જૂનાગઢ પોલીસે ફરિયાદી PSI એસ. એ. સોલંકીની ફરિયાદના આધારે સંચાલક દર્શન નટવરદાસ મેસવાણીયા અને તપાસમાં સામે આવતા અન્ય લોકો સામે ગુનો નોંધ્યો છે.આ મામલે BNSની વિવિધ કલમો તેમજ IT એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.વધુ તપાસની જવાબદારી PI ધનલક્ષ્‍મી ડાંગરને સોંપવામાં આવી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati