Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સ્લો ઈન્ટરનેટથી પરેશાન છો?; આ 5 ભૂલો સુધારી મેળવો સુપરફાસ્ટ સ્પીડ

સ્લો ઈન્ટરનેટથી પરેશાન છો?; આ 5 ભૂલો સુધારી મેળવો સુપરફાસ્ટ સ્પીડ

Mantavya News 2 weeks ago

Tech & Auto News : ઘણીવાર મોંઘો પ્લાન અને હાઈ-સ્પીડ કનેક્શન (Internet) હોવા છતાં ઘરમાં વાઈ-ફાઈ (Wi-Fi) ની યોગ્ય સ્પીડ મળતી નથી. આવા સમયે આપણે સીધો દોષ ઈન્ટરનેટ પ્રોવાઈડર કે નેટવર્ક કંપનીને આપતા હોઈએ છીએ. પરંતુ મોટાભાગના કિસ્સામાં અસલી સમસ્યા વાઈ-ફાઈ રાઉટરને ખોટી જગ્યાએ મૂકવાની હોય છે. રાઉટરનું સચોટ પ્લેસમેન્ટ ઘરમાં સિગ્નલ કવરેજ અને સ્પીડ બંનેમાં મોટો તફાવત ઊભો કરી શકે છે.

Internet : રાઉટરને સેન્ટ્રલ લોકેશન અને ઊંચાઈ પર રાખો

ઈન્ટરનેટના સિગ્નલ ચારેય તરફ સરખી રીતે ફેલાય તે માટે રાઉટરને ઘરના મધ્ય ભાગમાં (Central Area) રાખવું જરૂરી છે. તેને ખૂણામાં કે બારી નજીક રાખવાથીઅડધા સિગ્નલ બહાર વેડફાઈ જાય છે. આ ઉપરાંત, રાઉટરને ક્યારેય જમીન પર ન રાખતાં થોડી ઊંચાઈ વાળી ઓપન શેલ્ફ કે ટેબલ પર ગોઠવવું જોઈએ. ઘર સુંદર દેખાડવા માટે રાઉટરને કબાટ, ડ્રોઅર કે ટીવી કેબિનેટમાં બંધ કરી દેવાની ભૂલ ન કરો, કારણ કે લાકડા અને કાચની દીવાલો સિગ્નલની તીવ્રતા ઘટાડી દે છે.

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી અંતર

માઈક્રોવેવ ઓવન, ટીવી, મોટા ધાતુના સાધનો કે અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ (Electronic device)રાઉટરના તરંગોમાં અવરોધ ઊભો કરે છે. તેથી રાઉટરને આ વસ્તુઓથી દૂર રાખવું હિતાવહ છે. ટેકનિકલ રીતે, જો તમે રાઉટરની નજીક હોવ તો હાઈ-સ્પીડ માટે 5GHz બેન્ડ વાપરવું જોઈએ, જ્યારે દીવાલોની આરપાર અને વધુ અંતર સુધી કવરેજ મેળવવા 2.4GHz બેન્ડ વધુ અસરકારકરહે છે. જો તમારું ઘર બે માળનું હોય અને કવરેજ પૂરતું ન મળે, તો નવું કનેક્શન લેવાને બદલે મેશ વાઈ-ફાઈ (Mesh Wi-Fi) સિસ્ટમનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ વિકલ્પ છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati