Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોનિયા ગાંધીની પુસ્તકને લઈને વિવાદ, પેંગ્વિન રેન્ડમ હાઉસે આપી સ્પષ્ટતા

સોનિયા ગાંધીની પુસ્તકને લઈને વિવાદ, પેંગ્વિન રેન્ડમ હાઉસે આપી સ્પષ્ટતા

Mantavya News 1 week ago

Sonia Gandhi Book Controversy Penguin Random House: કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની આગામી પુસ્તક 'બિલોન્ગિંગ: અ જર્ની ઑફ લવ' તેના પ્રકાશન પહેલાં જ ચર્ચામાં આવી ગયું છે. પુસ્તકના પ્રકાશનને લઈને પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયાએ હવે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. કંપનીએ જણાવ્યું છે કે ભારતમાં આ પુસ્તકનું પ્રકાશન તેની તરફથી થઈ રહ્યું નથી.

સાથે જ પુસ્તકની સંપાદકીય પ્રક્રિયાને લઈને ચાલી રહેલા દાવાઓને પણ કંપનીએ નકારી કાઢ્યા છે.

પેંગ્વિન રેન્ડમ હાઉસે શું કહ્યું?

કંપનીએ સોશિયલ મીડિયા પર આપેલા નિવેદનમાં જણાવ્યું કે સોનિયા ગાંધીની(Sonia Gandhi) પુસ્તક સાથે કામ કરવા માટે તે ઉત્સુક હતી. જોકે, કોઈપણ પ્રકાશક માટે પુસ્તકમાં આપવામાં આવેલા તથ્યોની ચકાસણી કરવી અને જરૂરી સંપાદકીય સલાહ આપવી પ્રકાશન પ્રક્રિયાનો સામાન્ય ભાગ છે. કંપનીના કહેવા પ્રમાણે, આ પ્રક્રિયાને લેખિકાના લખાણમાં અનિચ્છનીય હસ્તક્ષેપ તરીકે જોવી યોગ્ય નથી. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે સોનિયા ગાંધી સાથે થયેલી આંતરિક અને ગોપનીય વાતચીત અંગે તે વધુ કોઈ વિગતો જાહેર કરશે નહીં.

પુસ્તકને લઈને રાજકીય વિવાદ કેમ થયો?

આ સમગ્ર મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે મીડિયા અહેવાલોમાં એવો દાવો સામે આવ્યો કે સોનિયા ગાંધીએ(Sonia Gandhi) પુસ્તકમાં કેટલાક સંપાદકીય ફેરફારો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ ભારતમાં તેના પ્રકાશન અંગે સ્થિતિ બદલાઈ હતી. આ દાવાઓને લઈને કોંગ્રેસના નેતાઓએ સરકારના કથિત દબાણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે એવો આરોપ લગાવ્યો કે પુસ્તકના કેટલાક રાજકીય સંદર્ભોને લઈને પેંગ્વિન પર દબાણ કરવામાં આવ્યું હતું.

કમલનાથે પણ ઉઠાવ્યા સવાલ

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સવાલ કર્યો કે કોઈ લેખકે શું લખવું અને શું ન લખવું તે નક્કી કરવાનો અધિકાર આખરે કોનો હોવો જોઈએ? દરમિયાન, Sonia Gandhiનું પુસ્તકના આંતરરાષ્ટ્રીય પ્રકાશન અંગે જાહેરાત થઈ ચૂકી છે. ભારતમાં તેના પ્રકાશક અને વિતરણ અંગેની સ્થિતિ હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. હવે આ પુસ્તક ખરેખર ભારતમાં કયા સ્વરૂપે અને કયા પ્રકાશક મારફતે ઉપલબ્ધ થશે, તેના પર સૌની નજર છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati