Monday, 23 Mar, 9.01 pm Mantavya News

ગુજરાત
સોશિયલ મીડિયામાં અફવાનું બજાર ગરમ, સરકાર દ્વારા માસ પ્રમોશનની વાત જુઠાણું

રાજ્યના મહત્તમ જીલ્લામાં ઇમરજન્સી જેવી પરિસ્થિતિનુ નિર્માણ થઇ ચૂક્યું છે. કોરોનાનાં ગુજરાત પ્રવેશ સાથે સંક્રમણની સંખ્યામાં ભારે ઉછાળો જોવામાં આવતા જ તકેદારીના પગલે સરકાર દ્વારા અનેક શહેરો અને જીલ્લાઓમાં લોકડાઉન આપી દેવામાં આવ્યું છે.

શિક્ષણ સહિતની અનેક પ્રવૃતીને સરકાર દ્વારા આગલા આદેશ સુધી મુલતવી રાખવાની જાહેર કરી દેવામાં આવી છે. કોરોનાનાં કહેરને કારણે લોકો પોતાનાં ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે સોશિયલ મીડિયા લોકો માટે એક માત્ર ટાઇમ પાસ હોય તેવું જોવામાં આવી રહ્યું છે. કહેવાય છે ને કે દરેક સિક્કાને બે બાજુ હોય છે, બસ એ જ પ્રકારે સોશિયલ મીડિયા પણ બે બાજુ ધરાવે છે અને લોકો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ જેટલા પ્રમાણમાં પોઝિટીવલી કરવામાં આવે છે, તે પ્રમાણે જ નેગેટીવ રીતે પણ કરવામાં આવે છે.

સોશિયલ મીડિયાનાં માધ્યમથી અમુક લોકો અફવાઓ પણ ફેલાવવાનું ચુકતા નથી અને આવી જ રીતે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાત પણ ફેલાવવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. અફવા પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, ધો. ૧ થી ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે અને આ વર્ષે નવું સત્ર જુનથી જ ચાલુ થશે, તો સાથે સાથે શિક્ષકોને હવે સ્કુલ જવાની જરૂર નહીં હોવાનું પણ વહેતુંં કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ વાતની સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની પુષ્ટી કરવામાં આવી નથી.

જી હા સરકાર દ્વારા માસ પ્રમોશન અફવા હોવાનુ સામે આવી રહ્યું છે. ધોરણ ૧ થી ૯ અને ધોરણ 11માં માસ પ્રમોશન આપવા અંગેનો નિર્ણય હજુ સુધી થયો નથી. આ નિર્ણય હાલ રાજ્ય સરકારમાં વિચારાધીન છે આ મુદ્દો, મુખ્યમંત્રી ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. નિર્ણય મામલે સોશિયલ મીડિયામાં ફરી રહેલો પરિપત્ર બનાવટી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ' મંતવ્ય ન્યૂઝ' ની નવી મોબાઇલ એપ્લિકેશન

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati
Top