Surat News: સુરતના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. સુરત-ઉત્તર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય કાંતિ બલર (Kanti Balar)ના કાર્યાલયમાં જ ભાજપ (Surat BJP Leaders Clash)ના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હોબાળો થયો હોવાની ચર્ચા ચાલી રહી છે. ચર્ચા મુજબ, ધારાસભ્ય કાંતિ બલરની હાજરીમાં જ સુરત મહાનગરપાલિકાની ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ (Mahendra Desai) અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા (Jayashree Vora)ના પતિ મનહર વોરા વચ્ચે વિવાદ થયો હતો.
બંને વચ્ચે બોલાચાલી બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હોવાની ચર્ચા છે.
Surat BJP Leaders Clash: ભાતની વાડી સોસાયટીના પ્રશ્નોને લઈને યોજાઈ હતી બેઠક
મળતી માહિતી મુજબ, કાંતિ બલરના કાર્યાલય ખાતે ભાતની વાડી સોસાયટીના વિવિધ સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વોર્ડ નંબર-5ના ચારેય કોર્પોરેટરો તેમજ સોસાયટીના આગેવાનો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.સોસાયટીના પ્રશ્નો અંગે ચર્ચા પૂર્ણ થયા બાદ આગેવાનો કાર્યાલયમાંથી રવાના થયા હતા. ત્યારબાદ હાજર કોર્પોરેટરો અને ભાજપ(Surat BJP Leaders Clash)ના સ્થાનિક નેતાઓ વચ્ચે આંતરિક મુદ્દાઓને લઈને ચર્ચા શરૂ થઈ હતી.
સંકલન અને કાર્યક્રમોના આમંત્રણ મુદ્દે થયો વિવાદ
ચર્ચા દરમિયાન મનહર વોરાએ ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ સામે નારાજગી વ્યક્ત કરી હોવાની માહિતી સામે આવી છે.આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મહેન્દ્ર દેસાઈ અન્ય કોર્પોરેટરો સાથે યોગ્ય સંકલન રાખતા નથી અને વિવિધ કાર્યક્રમોમાં તમામ કોર્પોરેટરોને યોગ્ય રીતે જાણ કે આમંત્રણ આપવામાં આવતું નથી. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાતાવરણ તંગ બન્યું હતું.
બોલાચાલી બાદ ઝપાઝપીની ચર્ચા
સ્થિતિ વધુ વણસતા બંને નેતાઓ વચ્ચે ઝપાઝપી થઈ હોવાની ચર્ચા છે. ઘટના સમયે ધારાસભ્ય કાંતિ બલર અને અન્ય કોર્પોરેટરો હાજર હતા, જેમણે વચ્ચે પડીને બંને પક્ષોને અલગ કર્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.ચર્ચા એવી પણ છે કે આ ઘટનામાં એક વ્યક્તિને હાથની આંગળીમાં ઈજા પહોંચી હોવાનું કહેવાય છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી.
સુરત ભાજપના રાજકારણમાં ચર્ચાનો વિષય
ધારાસભ્યના કાર્યાલયમાં જ ભાજપ (Surat BJP Leaders Clash)ના નેતાઓ વચ્ચે થયેલા વિવાદની ચર્ચાએ સુરતના રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી દીધો છે.સ્થાનિક સ્તરે ભાજપના નેતાઓ વચ્ચે સંકલનનો અભાવ અને આંતરિક મતભેદોને લઈને હવે ચર્ચાઓ તેજ બની છે. જોકે, સમગ્ર મામલે પક્ષના નેતાઓ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

