Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરતમાં ગે ડેટિંગ એપ મારફતે યુવકોને ફસાવી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ

સુરતમાં ગે ડેટિંગ એપ મારફતે યુવકોને ફસાવી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ

Mantavya News 1 week ago

Surat News: સુરત શહેરમાં ગે ડેટિંગ એપનો ઉપયોગ કરીને યુવકોને મિત્રતાના બહાને મળવા બોલાવી લૂંટ (Gay Dating App Robbery) ચલાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ નકલી પ્રોફાઇલ બનાવી અજાણ્યા લોકોને વિશ્વાસમાં લેતા અને ત્યારબાદ એકાંત સ્થળે બોલાવી તેમની પાસેથી રોકડ, મોબાઇલ અને ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા પૈસા પડાવી લેતા હતા.

Gay Dating App Robbery: 'રાજ' નામની નકલી પ્રોફાઇલથી શરૂ થતી હતી વાતચીત

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ડેટિંગ એપ પર 'રાજ' નામની નકલી આઈડી બનાવી યુવકો સાથે સંપર્ક કરતા હતા. ધીમે-ધીમે મિત્રતા કેળવી વિશ્વાસ જીત્યા બાદ તેઓ શિકારને (Dating App Scam) વરાછા વિસ્તારમાં આવેલી અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં મળવા બોલાવતા હતા.

ફ્રૂટની લારી ચલાવતા યુવક બન્યો શિકાર

લિંબાયત વિસ્તારમાં રહેતા અને ફ્રૂટની લારી ચલાવતા એક યુવકે થોડા સમય પહેલાં ગે ડેટિંગ એપ ડાઉનલોડ કરી હતી. એપ પર 'રાજ' નામની પ્રોફાઇલ સાથે વાતચીત શરૂ થઈ હતી. બાદમાં 28 જૂનના રોજ તેને વરાછા વિસ્તારમાં મળવા બોલાવવામાં આવ્યો હતો. યુવક સ્થળ પર પહોંચતા તેને અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યો હતો.

માર મારી મોબાઇલ અને રોકડ લૂંટી લીધી

બિલ્ડિંગમાં પહેલેથી હાજર અન્ય બે શખ્સો અને એક કિશોરે યુવક સાથે મારામારી કરી હતી. ત્યારબાદ તેનો મોબાઇલ ફોન અને રોકડ રકમ છીનવી લેવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ યુવક પાસેથી ડરાવી-ધમકાવી ઓનલાઈન પેમેન્ટ એપ મારફતે રૂ.1,000 પણ ટ્રાન્સફર કરાવ્યા હતા.

ડરના કારણે મોડી નોંધાઈ ફરિયાદ

ઘટના બાદ આરોપીઓએ યુવકને કોઈને જાણ ન કરવાની ધમકી આપી હતી. આ કારણે અને સામાજિક બદનામીના ડરથી પીડિતે તરત ફરિયાદ નોંધાવી નહોતી. જોકે પરિવારજનોના પ્રોત્સાહન બાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

બે આરોપી અને એક કિશોર ઝડપાયા

ફરિયાદ મળ્યા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને સુશાંત ઉર્ફે આકાશ કુંવરબહાદુર વર્મા (21), સોમરાજ અર્જુન ગામેતી (21) તેમજ એક કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રોકડ અને મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે.

15 દિવસમાં ત્રણ લોકોને બનાવ્યા શિકાર

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ છેલ્લા 15 દિવસમાં ઓછામાં ઓછા ત્રણ લોકોને આ જ રીતથી ફસાવી લૂંટ ચલાવ્યાની કબૂલાત (Online Dating Fraud) કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગ દ્વારા અન્ય કોઈ વ્યક્તિ પણ શિકાર બની છે કે નહીં.

પોલીસની ખાસ અપીલ

પોલીસે (Surat Police) લોકોને ઓનલાઈન ડેટિંગ અથવા સોશિયલ મીડિયા દ્વારા અજાણ્યા લોકો સાથે સંપર્ક કરતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. કોઈ અજાણી વ્યક્તિ મળવા બોલાવે તો જાહેર સ્થળ પસંદ કરવું, પોતાની વ્યક્તિગત માહિતી શેર ન કરવી અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati