Surat News: સુરત શહેરમાં મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ અને સ્કોલરશીપ (MBBS Scholarship Fraud) અપાવવાના બહાને વિદ્યાર્થી (Student)ની અને તેના પરિવાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud) થયાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આરોપી એક નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકા હોવાનું સામે આવ્યું છે.
MBBS Scholarship Fraud: સ્કોલરશીપ અપાવવાની લાલચ આપી
માહિતી અનુસાર, પૂર્વ શિક્ષિકા રુચિ પટેલે (Former Teacher Ruchi Patel) વિદ્યાર્થીની અને તેના પરિવારને વિશ્વાસમાં લઈ MBBS કોર્સમાં પ્રવેશ અપાવવાની સાથે રૂ. 30 લાખ સુધીની સ્કોલરશીપ (MBBS Scholarship Fraud) અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. મેડિકલ અભ્યાસક્રમની ભારે ફી અને સ્કોલરશીપની આશામાં પરિવારે આરોપી પર વિશ્વાસ મૂક્યો હતો. આરોપી મહિલાએ સ્કોલરશીપની પ્રોસેસ, ફાઈલ ચાર્જ અને અન્ય વહીવટી પ્રક્રિયાના નામે પરિવાર પાસેથી ધીમે ધીમે મોટી રકમ વસૂલ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
દાગીના ગીરવે મુકાવી રકમ મેળવી
ફરિયાદ મુજબ, આરોપી મહિલાએ આર્થિક મુશ્કેલીનું બહાનું બનાવી પરિવાર પાસે રહેલા સોનાના દાગીના ગીરવે મુકાવ્યા હતા. ગીરવે મુકાયેલા દાગીનામાંથી મળેલી આશરે રૂ. 8.16 લાખની રકમ આરોપીએ પોતાના કબજામાં લઈ લીધી હતી.પરિવારને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે સ્કોલરશીપ(MBBS Scholarship Fraud) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ રકમ અને દાગીના પરત મળી જશે, પરંતુ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન થતા શંકા ઊભી થઈ હતી.
અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ
સમય પસાર થવા છતાં વિદ્યાર્થીનીને કોઈ સ્કોલરશીપ (MBBS Scholarship Fraud) મળી નહોતી અને ગીરવે મુકાયેલા દાગીના પણ પરત ન મળતાં પરિવારને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આખરે પીડિત પરિવાર દ્વારા સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં આરોપી પૂર્વ શિક્ષિકા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ તપાસ શરૂ
રાંદેર પોલીસે (Rander Police) ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સાથે જ આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાએ ફરી એકવાર શિક્ષણ અને સ્કોલરશીપના નામે થતાં ફ્રોડ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

