Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'Toxic' ફિલ્મને લઇ સેન્સર બોર્ડ સામે કે. અન્નામલાઈએ ઉઠાવ્યા ગંભીર સવાલો

'Toxic' ફિલ્મને લઇ સેન્સર બોર્ડ સામે કે. અન્નામલાઈએ ઉઠાવ્યા ગંભીર સવાલો

Mantavya News 2 weeks ago

Entertainment News : કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર અને ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત મલ્ટિલીંગ્યુઅલ ફિલ્મ 'ટોક્સિક' (Toxic) થિયેટરોમાં રિલીઝ થતાની સાથે જ એક તરફ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે, તો બીજી તરફ તે વિવાદોના વંટોળમાં પણ ફસાઈ છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈ (K. Annamalai)એ ફિલ્મમાં દર્શાવવામાં આવેલી અતિશય હિંસા, અશ્લીલ સંવાદો અને મહિલાઓ પ્રત્યેના અયોગ્ય દ્રષ્ટિકોણ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

તેમણે સેન્સર બોર્ડની કામગીરી સામે સવાલો ઊભા કરી ફિલ્મને રિલીઝ માટે આપેલી મંજૂરી સામે સખત વિરોધ નોંધાવ્યો છે.

અન્નામલાઈનો સેન્સર બોર્ડ પર પ્રહાર

કોઈમ્બતુર (Coimbatore)માં આયોજિત એક જાહેર સભા દરમિયાન બોલતા કે. અન્નામલાઈએ યુવા પેઢીના ભવિષ્ય અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, મહિલા સન્માન અને સુરક્ષાની વાતો વચ્ચે સેન્સર બોર્ડ કેવી રીતે માત્ર પૈસા કમાવાના હેતુથી બનાવાયેલીઆવી હિંસક ફિલ્મોને લીલી ઝંડી આપે છે તે સમજાતું નથી. તેમણે ઉમેર્યું કે, ફિલ્મમાં મહિલાઓને ખોટી રીતે રજૂ કરીને સમાજમાં ‘ટોક્સિક’ વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને આવી કન્ટેન્ટથી વિદ્યાર્થીઓ તથા યુવાનોના મનોજગત પર નકારાત્મક અસર પડશે.

‘Toxic’ એ રચ્યો ઇતિહાસ

500 કરોડથી વધુના જંગી બજેટમાં નિર્માણ પામેલી આ ફિલ્મે કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. ટ્રેડ એનાલિસ્ટ સેકનિલ્ક (Sacnilk) ના રિપોર્ટ મુજબ, દેશભરમાં વિવિધ ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મે પ્રથમ દિવસે જ 101 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. એકલા હિન્દી વર્ઝનમાં જ ફિલ્મે 55.4 કરોડનો નેટ બિઝનેસ કરીને યશની જ અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF Chapter 2’ ના પ્રથમ દિવસના 53.95 કરોડના કલેક્શનનોરેકોર્ડ તોડી નાખ્યો છે. જોકે, બોક્સ ઓફિસ પર મેળવેલી આ અભૂતપૂર્વ સફળતા વચ્ચે પણ અતિશય હિંસાના કારણે ફિલ્મ આકરી ટીકાઓનો સામનો કરી રહી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati