Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વરસાદથી મુંબઈ ઠપ્પ! વિવિધ સ્થળોએ પાણી ભરાયા

વરસાદથી મુંબઈ ઠપ્પ! વિવિધ સ્થળોએ પાણી ભરાયા

Mantavya News 3 weeks ago

Mumbai News: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદે શહેરનું જનજીવન ખોરવી નાખ્યું છે. ભારતીય હવામાન વિભાગે (IMD) મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કરતાં આગામી કલાકોમાં અતિભારે વરસાદની ચેતવણી આપી છે, જેના કારણે લોકોમાં ચિંતા વધી છે.

Torrential rain in Mumbai! Normal life disrupted.

મુંબાઈમાં મૂશળધાર વરસાદ (Torrential rain in Mumbai)

શનિવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે મુંબઈ (Mumbai Rain)અને આસપાસના વિસ્તારોમાં અનેક રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક સ્થળોએ પાણી ભરાતા વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 Torrential rain in Mumbai! Normal life disrupted.

ભારે વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, રસ્તાઓ પર ખાડા પડી ગયા છે તેમજ કેટલીક જગ્યાએ મકાનોને પણ નુકસાન પહોંચ્યાના અહેવાલો છે.

 Torrential rain in Mumbai! Normal life disrupted.

વરસાદની અસર રોડ અને રેલવે ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 Torrential rain in Mumbai! Normal life disrupted.

એક તરફ વરસાદે શહેરની ગતિ ધીમી કરી છે, તો બીજી તરફ ઘણા લોકો મરીન ડ્રાઇવ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલનો આનંદ માણતા પણ જોવા મળ્યા હતા.

 Torrential rain in Mumbai! Normal life disrupted.

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. પ્રશાસને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati